kalsarp yogacan be abolish by this doing on nagpanchmi
  • Home
  • Astrology
  • કાળસર્પ દોષ છે તો આ નિવારણથી થઈ જશે છૂ

કાળસર્પ દોષ છે તો આ નિવારણથી થઈ જશે છૂ

 | 2:03 pm IST

જન્મકુંડળીમાં તમામ ગ્રહ જ્યારે રાહુ-કેતુની વચ્ચે આવી જાય ત્યારે તેને કાળસર્પ યોગ કહેવામાં આવે છે. આવા લોકો અનેક સમસ્યાઓથી પીડાય છે. જીવનમાં અતિ કષ્ટો ભોગવવા પડે છે. અઢળક પૈસો હોવા છતાં પણ એવો સમય વેંઠવો પડે છે કે પૈઈ પૈઈ માટે તરસવું પડે છે. જે કુંડળીમાં સૌથી ખરાબ યોગો પૈકીનો એક છે. આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે. જો તમારી કુંડળીમાં પણ કાલસર્પ યોગ હોય તો નાગપંચમીના દિવસે તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તેના દોષમાં ઘટાડો થાય છે. ઓછું ખરાબ ફળ ભોગવવું પડે છે.

કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. ઉપરાંત તે જે પણ કામ હાથમાં લે છે તેમાં પણ તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. તેમના સ્વભાવમાં પણ ચિંતા, ઉદાસી અને હીનભાવઅને કેટલાંક સ્વભાવ ચીડિયાપણું જોવા મળે છે. જો કે આ દોષને નિવારવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ સમય છે. શ્રાવણ માસની પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેમના જીવનની સમસ્યાઓનો અંત થઈ જાય છે.

1. નાગ-પંચમીના દિવસે કોઈપણ શિવમંદિરમાં અથવા તો નાગ દેવતાના મંદિરમાં નાગ-નાગણની જોડી ચડાવવી જોઈએ. આ જોડી ચાંદીની હોય તો ઉત્તમ છે નહીં તો તમે પંચધાતુ, ત્રાંબા અથવા અષ્ટ ધાતુની પણ બનાવડાવી શકો છો.

2. નાગપાંચમના દિવસે શિવમંદિરમાં 1 માળા શિવ ગાયત્રીના મંત્રનો જાપ કરવો. આ મંત્ર આ મુજબ છે, “ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરૂદ્ર: પ્રચોદયાત્”

3. શ્રાવણ માસના સોમવારે પણ આ ઉપાય કરી શકાય છે. સોમવારે ચંદનની અગરબત્તી અને ઘીનો દીવો શંકર મંદિરમાં પ્રગટાવવો અને શિવજીને દોષમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી.
15મી ઓગસ્ટે અજવાળી નાગપાંચમ આવે છે. આ દિવસે આ ઉપાય કરી શકાય. ત્યારે ન કરવો હોય તો 31મી ઓગસ્ટે અંધારી નાગપાંચમ આવે છે. ત્યારે અ્ચૂક તેનો ફાયદો ઉઠાવો. આ દોષને દૂર કરવા પ્રયત્ન કરે છે.