કલ્યાણ-થાણે ફાસ્ટ લાઇન પર આજે મેગા બ્લોક - Sandesh
  • Home
  • Mumbai
  • કલ્યાણ-થાણે ફાસ્ટ લાઇન પર આજે મેગા બ્લોક

કલ્યાણ-થાણે ફાસ્ટ લાઇન પર આજે મેગા બ્લોક

 | 1:30 am IST

। મુંબઇ  ।

રેલવેના પાટા, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ ઉપકરણોના સમારકામ માટે કલ્યાણ – થાણે સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર અને કુર્લા વાશી અપ અને ડાઉન લાઇન પર રવિવારે મેગા બ્લોક જાહેર કરાયો છે તો પશ્રિવમ રેલવેમાં ચર્ચગેટ અને મુંબઇ સેન્ટ્રલ (લોકલ) સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લોક હાથ ધરાશે.  કલ્યાણથી થાણે સ્ટેશનો વચ્ચે રવિવારે નવમી સપ્ટેમ્બરે સવારે ૧૦.૫૪ વાગ્યાથી બપોરે ૪.૧૯ વાગ્યા સુધી અપ ફાસ્ટ લાઇન પર મેગા બ્લોક છે. બ્લોક દરમિયાન પ્રત્યેક અપ ફાસ્ટ લાઇનની લોકલ ટ્રેનો અપ સ્લો લાઇન પર દોડશે. લોકલ ટ્રેનો પંદર મિનિટ તો મેલ/એકસપ્રેસ ટ્રેનો ૩૦ મિનિટ મોડી દોડશે. બ્લોક દરમિયાન પ્રવાસીઓની સવલત માટે લોકલ ટ્રેનો સ્ટેશનો પર ડબલ હોલ્ટ લેશે. હાર્બર લાઇન પર કુર્લા-વાશી લાઇન પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી બપોરે ૪.૧૦ વાગ્યા સુધી બ્લોક દરમિયાન એકપણ ટ્રેનો દોડશે નહીં. પ્રવાસીઓની સવલત માટે બ્લોક દરમિયાન સીએસએમટી-કુર્લા-વાશી-પનવેલ લાઇન પર વિશેષ લોકલ ટ્રેનો દોડાવાશે. પશ્રિવમ રેલવેમાં ચર્ચગેટ અને મુંબઇ સેન્ટ્રલ (લોકલ) સ્ટેશન વચ્ચે રવિવારે સવારે ૧૦.૩૫ વાગ્યાથી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનની લોકલ ટ્રેનોને અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર દોડાવાશે.

;