Haasan Statement On Amit Shah's One Nation, One Language Plan
  • Home
  • Featured
  • અમિત શાહ પર પ્રહાર કરતા કમલ હાસને કહ્યું – કોઈ શાહ કે સુલતાન ના તોડી શકે વાયદો

અમિત શાહ પર પ્રહાર કરતા કમલ હાસને કહ્યું – કોઈ શાહ કે સુલતાન ના તોડી શકે વાયદો

 | 4:09 pm IST

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને સોમવારનાં કેન્દ્ર સરકારને ‘એક દેશ, એક ભાષા’ને પ્રોત્સાહન આપવા વિરુદ્ધ ચેતવણી આપી છે. એક વિડીયો જાહેર કરીને કમલે અપ્રત્યક્ષ રીતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા છે, કે ભારત 1950માં ‘અનેકતામાં એકતા’નાં વાયદા સાથે ગણતંત્ર બન્યું હતુ અને હવે કોઈ ‘શાહ, સુલતાન અથવા સમ્રાટ’ આનાથી ના ન કહી શકે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે હિંદી દિવસ પર ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ની વાત કરી હતી.

જલ્લીકટ્ટુ આંદોલનથી પણ મોટું આંદોલન થશે

વિડીયોમાં કમલ હાસને કહ્યું કે, તેઓ તમામ ભાષાઓનું સમ્માન કરે છે, પરંતુ તેમની માતૃભાષા હંમેશા હિંદી રહેશે. મક્કલ નિધિ મૈય્યમ અધ્યક્ષે સોમવારનાં પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો. આમાં તેમણે આક્રમક અંદાજમાં કહ્યું કે, “આ વખતે એક વાર ફરી ભાષા માટે આંદોલન થશે અને આ જલ્લીકટ્ટૂ આંદોલનથી પણ મોટું હશે.” તેમણે કહ્યું કે, “ભારત કે તમિલનાડુને આની જરૂર નથી.”

ભારત એક સંઘ છે, પરાણે કશું ના કરી શકાય

કમલ હાસને કહ્યું કે, “જલ્લીકટ્ટુ તો ફક્ત વિરોધ પ્રદર્શન હતુ. અમારી ભાષા માટેની જંગ આના કરતા ઘણી મોટી હશે. રાષ્ટ્રગીત પણ બાંગ્લામાં હોય છે, તેમની માતૃભાષામાં નહીં. તે જે વાતનું પ્રતીક છે તેના કારણે આપણે તેને ગાઇએ છીએ અને એ માટે કેમકે જે વ્યક્તિએ તે લખ્યું છે તે તમામ ભાષાઓને મહત્વ અને સમ્માન આપતા હતા.” તેમણે કહ્યું કે, “ભારત એક સંઘ છે જ્યાં તમામ સૌહાર્દની સાથે બેસે છે અને જમે છે. અમને પરાણે ખવરાવી ના શકાય.”

કેન્દ્ર પર તમિલનાડુ સાથે ભેદભાવનો સ્ટાલિને લગાવ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે હિન્દી દિવસ પર કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા એક દેશ- એક ભાષાનાં સિદ્ધાંતનો પક્ષ લેવામાં આવ્યા બાદ હવે દક્ષિણ ભારતનાં રાજકીય દળ આના વિરોધમાં ઉતરી આવ્યા છે. તમિલનાડુની પ્રમુખ પાર્ટી દ્રવિડ મનુત્ર કઝગમ (DMK)નાં નેતા એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તે પોતાની નીતિઓમાં તમિલનાડુની સાથે ભેદભાવ કરી રહી છે. સ્ટાલિને આ મુદ્દે વિરોધ પક્ષને પણ એક સાથે આવવાની અને વિરોધ કરવાની માંગ કરી. તો કેન્દ્રિય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું છે કે હિન્દી સૌને એક કરનારી ભાષા છે, પરંતુ તેનો મતલબ એમ નથી કે તે ક્ષેત્રીય ભાષાઓને દબાવી નથી શકતી. તેમણે કહ્યું કે, “ત્રણ ભાષાઓનું ફૉર્મ્યુલા સૌને માન્ય છે. એટલા સુધી કે પ્રધાનમંત્રીએ પણ સદનમાં કહ્યું હતુ કે ક્ષેત્રીય ભાષાઓનું સમ્માન થશે.”

આ વિડીયો પણ જુઓ: ગીર સોમનાથમાં 60 પરિવારના જીવ પર તોળાતો ખતરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન