ભોળાનાથને રિઝવવા તમે ગમે તેટલું કરો પરંતુ શ્રાવણ માસમાં આ એક વસ્તુ વગર શિવની આરાધના અધૂરી - Sandesh
  • Home
  • Astrology
  • ભોળાનાથને રિઝવવા તમે ગમે તેટલું કરો પરંતુ શ્રાવણ માસમાં આ એક વસ્તુ વગર શિવની આરાધના અધૂરી

ભોળાનાથને રિઝવવા તમે ગમે તેટલું કરો પરંતુ શ્રાવણ માસમાં આ એક વસ્તુ વગર શિવની આરાધના અધૂરી

 | 11:46 am IST

ભોળાનાથને રિઝવવા શ્રાવણ માસમાં ભક્તો શિવાલયોમાં બીલીપત્ર, દૂધ, પાણી, ઘી, શેરડી, દાડમનો રસ, ધતુરોના ફૂલ, કમળ, આંકડાના ફૂલ, મધ વગેરે શિવલિંગ પર ચડાવે છે. શિવ મંદિરોમાં શિવલિંગને પંચામૃત અને ગંગાજળ ચડાવવામાં આવે છે, પરંતુ, શ્રાવણમાં શિવને કમળકાકડી ચડાવવાનો અનેરો મહિમા છે.

ભગવાન વિષ્ણુએ શિવ આરાધનામાં એક હજાર કમળના ફૂલનો અભિષેક કર્યો હતો, પરંતુ, ભગવાને વિષ્ણુની પરીક્ષા કરવા માટે એક ફૂલ અદ્રશ્ય કરી દીધું હતું. તેથી, વિષ્ણુએ કમળના બદલે કમળકાકડી ચડાવતા શિવ ભગવાને તેની આરાધનાથી પ્રસન્ન થઇને વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. તેથી જ શિવાલયોમાં શિવલિંગને કમળ સાથે કમળ કાકડી ચડાવવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર બાર માસમાં શ્રાવણ માસ સૌથી પવિત્ર માસ હોવાથી માસોત્તમ કહેવામાં આવે છે. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના અને ઉપાસનાનો શ્રેષ્ઠ માસ ગણાય છે. ભગવાન શિવની વિવિધ આરાધના માટે શ્રાવણ માસ સર્વોત્તમ માસ છે. હિંદુશાસ્ત્રોમાં કમળના ફૂલને સૌથી પવિત્ર ફૂલ માનવામાં આવે છે, તેથી, દરેક દેવને કમળના ફૂલ ખૂબ પ્રિય છે. શ્રાવણમાં ભગવાન શિવને કમળના ફૂલ ચડાવવામાં આવે છે.

કમળના ફૂલની સાથે કમળકાકડી ચડાવવાનો એનેરો મહિમા છે. ભગવાન વિષ્ણુ એક હજાર કમળના ફૂલ લઇને શિવ આરાધના કરતા બેઠા હતા, પરંતુ, પૂજા શરૂ થતા એક કમળ શિવ ભગવાને વિષ્ણુની અગ્નિ પરીક્ષા કરવા અદ્રશ્ય કરી દેતા વિષ્ણુએ પોતાની આંખને કમળના સ્થાન પર અર્પિત કરી દીધી હતી, તેથી ભગવાન શિવે પ્રસન્ન થઇને વિશ્વની રક્ષા કરવા વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. જોકે, વિષ્ણુ દ્વારા કમળના સ્થાને અર્પિત કરવામાં આવેલું કમળ આંખને બદલે કમળકાકડી હતું. ભગવાનને ત્યારથી કમળના સ્થાને કમળકાકડી ચડાવવામાં આવે છે. શ્રાવણમાં કમળકાકડી ચડાવ્યા વગર શિવની આરાધના અધૂરી ગણાય છે.

ભગવાન શિવને કમળના ફૂલને બદલે કમળકાકડી ચડાવી શકાય છે
કમળકાકડી કમળના છોડમાંથી નીકળતી કાળા કલરની હોય છે. શહેરમાં કમળના ફૂલની તંગી હોય ત્યારે લોકો કમળકાકડી ચડાવે છે. કમળના ફૂલ કરમાઇ જાય છે પરંતુ, કમળકાકડી કરમાતી નથી. શહેરમાં કમળકાકડી આસાનીથી મળી રહે છે.