Kamal Nath refers to BJP leader Imarti Devi as ‘item’
  • Home
  • Featured
  • મધ્ય પ્રદેશના પૂર્વ CM કમલનાથની જીભ લપસી, BJPની મહિલા ઉમેદવારને કહ્યા ‘આઈટમ’

મધ્ય પ્રદેશના પૂર્વ CM કમલનાથની જીભ લપસી, BJPની મહિલા ઉમેદવારને કહ્યા ‘આઈટમ’

 | 6:32 pm IST

બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election) ની સાથો સાથ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) સહિતના અનેક રાજ્યોમાં પેટાચૂંટણી (ByPoll) ઓ યોજાઈ રહી છે. મધ્ય પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી પર સૌકોઈની નજર છે ત્યારે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા (Congress Leader) અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Kamalnath) ભાજપ (BJP)ની મહિલા ઉમેદવારને લઈને વાંધાજનક ટિપ્પણી કરી છે.

કમલનાથની આ ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ભાજપે કમલનાથની આ ટિપ્પણીની ભારે ટિકા કરી છે. નવરાત્રી ચાલી રહી છે ત્યારે જ કમલનાથની આ ટિપ્પણીને મહિલા વિરોધી માનસીકત ગણાવી હતી.

મધ્ય પ્રદેશના ડબરામાં કોંગ્રેસના ઉમેદબર સુરેન્દ્ર રાજેશ માટે પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સ્ટેજ પરથી ભાષણ આપતા કહ્યું હતું કે, સુરેન્દ્ર રાજેશ અમારા ઉમેદવાર છે, સરળ સ્વભાવના સીધા સાદા છે. શું તેઓ તેમના જેવા નથી? શું છે તેમનું નામ? હું તેમનું શું નામ લઉં… તમે બધા તેમને સારી રીતે ઓળખો જ છો. મારે તો તમને પહેલા જ સાવધાન કરી દેવા જોઈતા હતાં કે આ શું  ‘આઈટમ’ છે.

કમલનાથે આ શબ્દ ભાજપના મહિલા ઉમેદવાર ઈમારતી દેવીને લઈને કહ્યાં હતાં. ઈમારતી દેવી એ પૂર્વ ધારાસભ્યોમાંના એક છે જેમણે કોંગ્ર્રેસ છોડીને ભાજપનું દામન થામ્યું હ અતું. ઈમારતી દેવી જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક માનવામાં આવે છે. 

કમલનાથ પર ભડક્યા શિવરાજ

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના આ નિવેદન પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, – કમલનાથજી, ઈમારતી દેવી એ ગરીબ ખેડૂતની દિકરીનું નામ છે જેને ગામમાં મજુરીથી શરૂઆત કરી અને આજે જનસેવક તરીકે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપી રહ્યાં છે. કોંગ્રેસે મને ‘ભુખ્યો’ કયો અને એક મહિલા માટે તમે આઈટમ જેવા શબ્દ પ્રયોગ કર્યા જે તમારી સામંતવાદી વિચારધારાને ફરી છતી કરે છે.

શિવરાજ સિંહે વધુ એક ટ્વિટમાં કહ્યું હતું કે, પોતાને મર્યાદા પુરૂષોત્તમ ગણાવનારા આ પ્રકારની અમર્યાદિત ભાષાનો શબ્દ પ્રયોગ કરી રહ્યાં છે? નવરાત્રીના પર્વ પર દેશ નારીની ઉપાસના કરી રહ્યો છે અને તમારી છિછરી માનસિકતા દેખાઈ રહી છે. તમે તમારા આ શબ્દો પાછા ખેંચો અને ઈમારતી દેવી સહિત પ્રદેશની દરેક મહેનોની માફી માંગો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન