Kamalnath Govt Will Fall On Its Own : Gopal Bhargava Claims
  • Home
  • Election 2019
  • MPના રાજકારણમાં ખળભળાટ, કમલનાથ સરકાર પર તોળાતુ સંકટ, આનંદીબેનની ચારેકોર ચર્ચા

MPના રાજકારણમાં ખળભળાટ, કમલનાથ સરકાર પર તોળાતુ સંકટ, આનંદીબેનની ચારેકોર ચર્ચા

 | 3:09 pm IST

લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બાદ કેન્દ્રમાં હલચલ વધી જ છે સાથો સાથ રાજ્ય સરકારોમાં પણ ખળભળાટ વ્યાપી ગયો છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સંકટના વાદળો છવાયા છે. ભાજપે દાવો કર્યો છે કે, મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર અલ્પમતમાં ચાલી રહી છે. ભાજપ રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને તત્કાળ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરવા જઈ રહી છે. બીજી બાજુ કમલનાથ સરકારે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, તેમની સરકાર મજબુત સ્થિતિમાં છે.

મધ્ય પ્રદેશના વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે દાવો કર્યો છે કે, કમલનાથ સરકાર આપમેળે જ ધરાશાયી થઈ જશે. હું ખરીદવામાં વિશ્વાસ નથી ધરાવતો પણ હવે સમય આવી ગયો છે અને ટુંક સમયમાં જ કંઈક થશે. અમે વિધાનસભાનું વિષેશ સત્ર બોલાવવા માટે ગવર્નરને પત્ર લખવા જઈ રહ્યાં છીએ.

ભાજપને કોંગ્રેસનો જવાબ

તો પ્રદેશની કમલનાથ સરકારે ભાજપને જવાબ આપતા કહ્યું છે કે, સરકાર મજબુત છે, ભાજપ દિવાસ્વપ્ન જોઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા મુકેશ નાયકે કહ્યું હતું કે, જે સંસદીય નિયમ અને પ્રક્રિયા છે, તેમના મતે વિધાનસભાનું વિશેષ સત્ર ત્યારે જ બોલાવી શકાય જ્યારે એક નિશ્ચિત સંખ્યામાં ધારાસભ્યો આ માંગણી કરે અથવા તો મુખ્યમંત્રી પોતે આ સત્ર બોલાવે.

મધ્ય પ્રદેશનું રાજકીય ગણીત

વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શિવરાજ સરકારને પરાજય આપીને સત્તા મેળવી હતી. 230 ધારાસભ્યોની વિધનસભામાં કોંગ્રેસને 114, ભાજપને 109, બહુજન સમાજ પાર્ટીને 2, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષને 4 બેઠકો મળી હતી. બાદમાં બસપા અને અન્ય વિરોધ પક્ષના ધારાસભ્યોએ કમલનાથ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

હવે લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશની મોટા ભાગની બેઠકો ભાજપના ખાતામાં જઈ શકે છે. ટાઈમ્સનાઉ-વીએમઆના સર્વે પ્રમાણે કોંગ્રેસ કરતા ભાજપને વધારે બેઠકો મળશે. જોકે આ બેઠકો ભલે 2014 કરતા ઓછી હશે પણ વધારે ફરક નહીં પડે.

કોંગ્રેસ પ્લસમાં પણ તેમ છતાંયે પાછળ

ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 2014ની સરખામણીએ ચાર બેઠકો મળી શકે છે, પણ તેમ છતાંયે આ આંકડો ભાજપથી ઘણો જ વધારે છે. એક્ઝિટ પોલમાં ભાજપને 24 બેઠકો મળવાનું અનુમાન છે, તો 2014માં ભાજપની 27 બેઠકો મળી હતી. તો કોંગ્રેસને આ વખતે 5 બેઠકો મળી શકે છે. તો સી-વોટરે પણ ભાજપને 24 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે અને કોગ્રેસને 5.

આ વીડિયો પણ જુઓ

શું છે મમતાના ગઢમાં ભાજપની મજબૂતીના કારણો ?, જુઓ આ અહેવાલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન