કમલા મિલ ફાયર કેસઃ સસ્પેન્ડ કરાયેલા પાંચ સરકારી અધિકારીઓ સામે ચાર્જશીટ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • કમલા મિલ ફાયર કેસઃ સસ્પેન્ડ કરાયેલા પાંચ સરકારી અધિકારીઓ સામે ચાર્જશીટ

કમલા મિલ ફાયર કેસઃ સસ્પેન્ડ કરાયેલા પાંચ સરકારી અધિકારીઓ સામે ચાર્જશીટ

 | 12:12 am IST

મુંબઈ, તા.૯

૧૪ જણને ભરખી જનાર લોઅર પરેલના કમલા મિલ કમ્પાઉન્ડની રૂફટોપ રેસ્ટોરાં વન અબોવ અને મોજોસમાં લાગેલી આગના કેસમાં એ જ દિવસે પાંચ સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. તેમની સામે હવે તેમણે ફરજ બજાવવામાં દાખવેલી બેદરકારી બદલ ચાર્જશીટ દાખલ કરાઈ છે.  ૨૯ ડિસેમ્બરે ૦૦:૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બપોરે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર અજોય મહેતાએ એ પાંચ અધિકારીઓ ડેઝિગ્નેટેડ ઓફિસર મધુકર શેલાર, સબ એન્જિનિયર દિનેશ મ્હાલે, જુનિયર એન્જિનિયર ધનરાજ શિંદે, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડા.સતિશ બડગીરે અને આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર એસએસ શિંદેને સસ્પેન્ડ કરી નાખ્યા હતા.ઉપરોકત પાંચ ઓફિસરો સિવાય ડેપ્યુટી એકિઝક્યુટિવ હેલ્થ ઓફિસર, બે આસિસ્ટન્ટ કમિશનર ઓફિસર અને પાલિકાના જી વોર્ડના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ મળી કુલ ૧૦ અધિકારીઓ સામે આ કેસમાં તપાસ ચાલી રહી છે. હાલ તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર વિજય સિંઘલ એ તપાસ કરી રહ્યા છે. તેમની દરેકની સામે ૭ -૭ પાનાંની ચાર્જશીટ તૈયાર કરાઈ છે જેમાં તેઓ કઇ રીતે તેમની ફરજ ચૂક્યા હતા તેનો ઉલ્લેખ કરાયો છે. એક ઓફિસરે આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમની ચોક્કસ ફરજ ચૂક ક્યાં થઇ એ નક્કી કરવા માટે ધ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૮૮માં મ્યુનિસિપલ ઓફિસરોની ભૂમિકા અને તેમની જવાબદારી સ્પષ્ટપણે જણાવાઈ છે. એ સિવાય બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (સર્વિસ રેગ્યુલેશન્સ ૧૯૮૯) નો પણ આધાર લેવાયો છે.

ઓફિસરો સામે ફરજચૂકના આક્ષેપ

મધુકર શેલારઃ ડેઝિગ્નેટેડ ઓફિસર

દરેક વોર્ડમાં ડેઝિગ્નેટેડ ઓફિસરે એ વિસ્તારમાં થતાં ગેરકાયદે બાંધકામ પર નજર રાખવાની હોય છે, પણ તેમણે તેમની એ ફરજ ન બજાવી હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા.

દિનેશ મ્હાલે-સબ એન્જિનિયર અને ધનરાજ શિંદે -જુનિયર એન્જિનિયર

પાલિકાના બિલ્ડિંગ એન્ડ ફેક્ટરી ડિપાર્ટમેન્ટના આ બંને અધિકારીઓએ વન અબોવ અને મોજોસને ગેરરીતિઓ આચરવા બદલ નોટિસ મોકલાવી હતી, પણ તેમની સામે કોઇ સખત પગલા લીધા નહોતા.

ડો.સતીશ બડગિરે(મેડિકલ ઓફિસર)પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના મે.ડિકલ ઓફિસર

સતીશ બડગિરેએ બંનેને નોટિસ તો મોકલાવી હતી પણ ત્યાર બાદ તેમાં શું થયું, તેમણે ગેરરીતિઓ કરવાનું થોભાવ્યું કે નહી એ બાબતે ફોલોઅપ લીધું નહોતું.

એસ.એસ.શિંદે(આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર)

ફાયરસેફ્ટીના નિયમોનું પાલન ન કરાયું હોવા છતાં વન એબોવ અને મોજોસને ૨૩ ડિસેમ્બરે જ સબ સલામત દર્ર્શાવતી ર્ગ્દંઝ્ર આપી હતી.

કર્મચારીઓની પીએફની રકમ ન ભરી હોવાથી વન અબોવના માલિકોની ધરપકડ

વન અબોવના માલિકો કૃપેશ સંઘવી, જિગર સંઘવી અને અભિજિત માંકડની હવે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ ન જમા કરાવવા બદલ એન. એમ. જોશી માર્ગ પોલીસે ધરપકડ કરી છે. તેમણે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા ૮.૬૫ લાખ જમા કરાવ્યા નહોતા. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬,૪૦૯ અને ભવિષ્ય નિધિ અધિનિયમની કલમ ૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

;