કમલા મિલ આગઃ વન અબોવના બે મેનેજરની ધરપકડ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • કમલા મિલ આગઃ વન અબોવના બે મેનેજરની ધરપકડ

કમલા મિલ આગઃ વન અબોવના બે મેનેજરની ધરપકડ

 | 3:57 am IST

મુંબઈ, તા. ૧

૧૪ જણનો ભોગ લેનાર લોઅર પરેલની કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલી વન અબોવ રેસ્ટોરાંની આગના સંદર્ભે ના.મ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વન અબોવ રેસ્ટોરાંના બે મેનેજર ૩૪ વર્ષના ગિબ્સન લોપેઝ અને ૩૫ વર્ષના કેવિન બાવાની ધરપકડ કરી હતી. જયારે આગ લાગી ત્યારે તેઓ રેસ્ટોરાંમા હાજર હતા. એ વખતે તેઓ લોકોને બચાવવાના બદલે પોતે જ નાસી ગયા હતા. ના.મ.જોશી માર્ગ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪( સદોષ મનુષ્ય વધ, પરંતુ હત્યાના ઇરાદો નહી), ૩૩૭ (અન્યના જીવ સામે જોખમ ઊભું થાય એવુ કૃત્ય કરવું),૩૪ (ભેગા મળી કાવતરું ઘડવુ) હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમને ત્યાર બાદ પોલીસ કસ્ટડી માટે કોર્ટમાં લઇ જવાયા હતા.કોર્ટે તેમને ૯ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.

જ્યારે બીજી બાજુ વન અબોવના નાસતા ફરી રહેલા હિતેશ સંઘવી અને જીગર સંઘવીને ઘટના બાદ છૂપાવવા મદદ કરવાના આરોપસર મહેન્દ્ર સંધવીની ભાયખલા પોલીસે રવિવારે રાતે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને જામીન પર છો.ડી મુકાયા હતા.

કમલા મિલ કમ્પાઉન્ડના મોજોસ બિસ્ત્રો અને વન અબોવમાં લાગેલી આગના સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકાના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો જી સાઉથ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સકપાળની ટ્રાન્સફર કરી દેવાઈ હતી. રેસ્ટોરાંમાં ગેરકાયદે કરાયેલા બાંધકામ અને આગ પ્રતિબંધક યંત્રણાની ત્રુટીઓ હોવા છતા આંખ આડા કાન કર્યાનો તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો તપસ અહેવાલ આવતા ૧૫ દિવસમાં રજૂ કરાશે, એમ મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર અજોય મહેતાએ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં જણાવ્યું હતું.

;