kamya punjabi mehendi and haldi ceremony photos and video viral
  • Home
  • Featured
  • PHOTOS: કામ્યા પંજાબીની હલ્દી સેરેમનીનો આલ્બમ વાયરલ, સોશિયલ મીડિયા પીળું-પીળું થઈ ગયુ!

PHOTOS: કામ્યા પંજાબીની હલ્દી સેરેમનીનો આલ્બમ વાયરલ, સોશિયલ મીડિયા પીળું-પીળું થઈ ગયુ!

 | 11:02 am IST

એક પછી એક અભિનેત્રીની જેમ ટીવીની સુંદર અભિનેત્રી કામ્યા પંજાબી પણ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહી છે. કામ્યાએ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે સગાઈ કરી લીધી છે. હવે કામ્યાની હલ્દી સેરેમનીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. પરિવારના સભ્યો તેને પીઠી લગાવતા જોવા મળી રહ્યા છે. કામ્યાની હલ્દી સેરેમનીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ ખુદ પણ શેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા શલભે કામ્યાને તેના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. અને પછી તે રીંગ પહેરાવી હતી. ફોટામાં તેઓ બંને ગુરુદ્વારામાં નમન કરતા પણ જોવા મળ્યા હતા. કામ્યાના ફોટા પર કોમેન્ટ્સ કરીને ઘણી હસ્તીઓએ તેમની શુભેચ્છાઓ આપી હતી. હાલમાં જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ પણ ખુબ ચર્ચામાં છે. આજે કામ્યા અને શલભ લગ્નના બંધનમાં જોડાઈ જવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન