mona singh kamya punjabi and other tv actress marriage old age
  • Home
  • Featured
  • PHOTOS: આટલી અભિનેત્રીઓએ ઉંમર સામે જોયા વગર ફેરા ફરી લીધા, એક તો 35 વર્ષે પરણી

PHOTOS: આટલી અભિનેત્રીઓએ ઉંમર સામે જોયા વગર ફેરા ફરી લીધા, એક તો 35 વર્ષે પરણી

 | 9:13 am IST

એવુ માનવામાં આવે છે કે પ્રેમ અને લગ્નની કોઈ ઉમર નથી હોતી. સમાજમાં એવા કેટલાયે કિસ્સાઓ આવ્યા છે જેમાં મોટી ઉમરે લગ્ન કર્યા હોય અને તે સફળ પણ રહ્યા હોય. ટીવી અને ફિલ્મી દુનિયામાં તો આવા અનેક કિસ્સાઓ પ્રખ્યાત છે. કેટલાક એવા કલાકાર છે જેમને ઉમર વીતવા છતા પોતાનું મનપસંદ પાત્ર ન મળ્યુ તો કેટલાક એવા પણ છે જેમને કામમાં સમય જ ન મળ્યો પછી અચાનક ઉમર વીતી ગયો પછી લગ્ન કર્યા.

કેટલીક એવી એકટ્રેસ છે જેમણે 35થી 40 વર્ષની ઉંમરે પ્રભુતામાં પગલા પાડ્યા. આજે આપણે આવી જ કેટલીક એકટ્રેસની વાત કરીએ જેમણે મોટી ઉંમરે સાત ફેરા લીધા હોય.

કામ્યા પંજાબી 2013માં બિગબોસ-7થી લોકપ્રિય થઈ હતી. કામ્યાએ પહેલા લગ્ન 2003માં કર્યા અને 2013માં તેના છુટાછેડા થઈ ગયા. કામ્યા ફેબ્રુઆરીમાં ફરી 40 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે અને ચર્ચામાં છે.

મોનાસિંહ ટીવી ક્ષેત્રે અને ફિલ્મોમાં જાણીતી આ એકટ્રેસે હમણા લગ્ન કર્યા તેનાથી ચર્ચામાં છે. મોનાએ 38 વર્ષે શ્યામ રાજગોપાલન સાથે લગ્નકર્યા અને ઘર વસાવ્યુ.

દિવ્યા ભટનાગર યે રિશ્તા ક્યા કહેલાતા હેની આ અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ ગગન સાથે લગ્ન કર્યા જેની ખુબજ ચર્ચાઓ થઈ રહી છે.

યુવિકા ચૌધરીએ 2018માં પ્રિન્સ નરૂલા સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. યુવિકા અને પ્રિન્સ નરૂલા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન