kamya punjabi trolled for marrying kavita kaushik gives epic reply
  • Home
  • Entertainment
  • Bollywood
  • કામ્યાના બીજા લગ્ન પર ઉઠ્યાં સવાલો, કવિતાએ એવો જવાબ આપ્યો સૌની બોલતી બંધ

કામ્યાના બીજા લગ્ન પર ઉઠ્યાં સવાલો, કવિતાએ એવો જવાબ આપ્યો સૌની બોલતી બંધ

 | 5:53 pm IST

પ્રખ્યાત ટીવી એકટ્રેસ કામ્યા પંજાબીએ 10 ફેબ્રુઆરીએ પોતાના બોયફ્રેન્ડ શલભ દાંગ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. કામ્યાના આ બીજા લગ્ન છે. કામ્યા હાલતો તેના નવા લગ્નને માણી રહી છે. કામ્યાએ આ પહેલા તેની સગાઈ, મહેંદી અને હવે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તમામ તસવીરોમાં કામ્યા ખુબજ ખુશખુશાલ લાગી રહી છે.

કામ્યાના આ બીજા લગ્ન છે પહેલા પતિથી કામ્યાને એક પુત્રી પણ છે. કામ્યાએ બીજા લગ્ન કર્યા એ વાતની ચર્ચાએ સોશિયલ મીડિયા ગજાવ્યુ કેટલાક પ્રશંસકોએ કહ્યું કે હવે આ ઉંમરે તારે વળી લગ્ન કરવાની શું જરૂર પડી તો કોઈએ કહ્યું કે તારે તો એક પુત્રી પણ છે ને તો વળી આ શું લગ્ન કરવાની ઇચ્છા થઈ આવી કહીશ જરા. લગ્નની તસવીરો પર એવી એવી કમેન્ટ આવવા લાગી કે કામ્યાની ખાસ સહેલી ગણાતી કવિતા કૌશિક ચુપ ન રહી શકી અને તમામ ટ્રોલર્સ અને આવા બેફામ બોલનારા લોકોનું મોઢુ બંધ કરી દીધુ.

કવિતાએ કહ્યું કે તમારા લગ્ન થાય તો તમારી પાસે પાર્ટનર, મિત્ર સોલમેટ હોય જે સતત તમારી પાસે તમને એ અહેસાસ કરાવે કોઈ એવી વ્યક્તિ છે જે તમારી સાથે છે ફક્ત બાળકો પેદા કરી દેવાથી જીવન પૂરૂ નથી થતુ. કવિતાએ કહ્યું કે આ કેવી માનસિકતા જે સમજાતી નથી અરે ભઈ કોઈને પોતાની રીતે નવે સરથી જીવવાનો પુરો હક છે. કોઈ એક વખત લગ્ન કરે તેને બાળક પણ થાય અને એ સંબંધ આગળ ન ચાલે તો શું એ કડવી યાદોની સાથે જ જીવન વિતાવવુ. આવા માપદંડો નક્કી કરનાર તમે કોણ છો?

લગ્નમાં લાલ જોડાની સાથે કામ્યાએ હેવી જ્વેલરી પહેરી હતી. રસપ્રદ વાત તોએ છેકે, કામ્યા અને શલભે ગયા વર્ષે 10 ફેબ્રુઆરીનાં દિવસે જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. તો બંનેએ એક વર્ષ બાદ આજ દિવસે લગ્ન કરીને એકબીજાનો હાથ પકડ્યો છે.

કામ્યા પંજાબીનાં આ બીજા લગ્ન છે. તેણે વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે. પરંતુ કામ્યા અને બંટી વર્ષ 2013માં અલગ થઈ ગયા હતા.

આ વીડિયો જુઓ: દીપિકાને લઈને કંગના રાણાવતની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન