આ રીતે ઘરે બનાવો માત્ર 5 મિનિટમાં 'કાંદા-ફુદીનાની ચટણી' - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો માત્ર 5 મિનિટમાં ‘કાંદા-ફુદીનાની ચટણી’

આ રીતે ઘરે બનાવો માત્ર 5 મિનિટમાં ‘કાંદા-ફુદીનાની ચટણી’

 | 7:23 pm IST

સામગ્રી
એક કપ તાજું છીણેલું નારિયેળ
અડધો કપ દાળિયા (ચણાની દાળ)
અડધો કપ ફુદીનાનાં પાન
પા કપ કોથમીર
ત્રણથી ચાર લીલાં મરચાં
3-4 કળી લસણ
અડધો કપ બારીક સમારેલો કાંદો
બે ચમચા લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત
સૌથી પહેલાં દાળિયાને મિક્સરમાં અધકચરા વાટી લો અને એક બાઉલમાં કાઢી અલગ રાખો. હવે મિક્સરનાં જારમાં નારિયેળનું છીણ, સમારેલી કોથમીર, ફુદીનાનાં પાન, લીલાં મરચાંના ટુકડા, લસણની કળી અને મીઠું એકસાથે લઈ થિક પેસ્ટ બનાવો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. એક બાઉલમાં કાંદા લઈ એમાં લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરી હાથેથી ચોળી બરાબર મિક્સ કરો. આ રીતે કરવાથી કાંદાનો સ્ટ્રૉન્ગ ફ્લેવર થોડો મંદ પડી જશે. હવે પીસેલી ચટણીને એક બાઉલમાં કાઢી એમાં દાળિયાનો ભુક્કો અને લીંબુવાળા કાંદા ઉમેરી રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.આ ચટણીમાં થોડું દહીં પણ ઉમેરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન