Kane Williamson Reveals He "Wasn't Aware" Of The Overthrow Rule
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: ખિતાબ ચૂકયાના બે દિવસ બાદ વિલિયમ્સને કર્યો ધડાકો- મને ‘એ’ નિયમની ખબર જ નહોતી

વર્લ્ડ કપ: ખિતાબ ચૂકયાના બે દિવસ બાદ વિલિયમ્સને કર્યો ધડાકો- મને ‘એ’ નિયમની ખબર જ નહોતી

 | 11:11 am IST

ICC વર્લ્ડ કપ-2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હાર દુર્ભાગ્યપૂર્ણ રહી. આ મેચમાં બે વખત ટાઇની સ્થિતિ બાદ અંતિમ પરિણામ બાઉન્ડ્રી કાઉન્ટથી થતા તેની દુનિયાભરમાં જોરદાર ટીકા થઇ રહી છે. તેની સાથે જ અંતિમ ઓવરમાં ઓવરથ્રોમાં ઇંગ્લેન્ડને આપેલા છ રનના નિર્ણયની પણ ખૂબ આલોચના થઇ રહી છે. કહેવાય છે કે નિયમ પ્રમાણે ઇંગ્લેન્ડને માત્ર 5 રન આપવાના હતા. તેના પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનું કહેવું છે કે તેઓ મેદાન પર આ નિયમ અંગે જાણતા નહોતા.

કેવી રીતે ચર્ચામાં આવ્યો આ વિવાદ
મેચ ખત્મ થયા બાદ દુનિયાભરમાં બાઉન્ડ્રી કાઉન્ટની ચર્ચા થઇ રહી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વા એમ્પાયર સાઇમન ટોફેલ એ આમ કહીને સનસની મચાવી દીધી કે હકીકતમાં છેલ્લી ઓવરના ચોથા બોલ પર જે ઓવરથ્રો થયો હતો તેમાં ઇંગ્લેન્ડને માત્ર પાંચ રન જ આપી શકાતા હતા કારણ કે દોડાયેલો બીજો રન પૂરો માની શકાતો નહોતો. દુનિયાભરમાં આ સમાચાર વાયરલ થયા બાદ લાંબી ચર્ચાને જન્મ આપ્યો. પ્રશ્ન એ પણ ઉઠ્યો કે આખરે એમ્પાયરથી આ ભૂલ થઇ કેવી રીતે.

શું કહ્યું વિલિયમ્સને
વિલિયમ્સને કહ્યું કે તેમને આ બારીકાઇભર્યા નિયમની ખબર નહોતી. ન્યૂઝીલેન્ડ મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે તેમણે કહ્યું કે હકીકતમાં તેમને આ નિયમની માહિતી એ સમયે નહોતી. સ્વાભાવિક છે કે તમે તેના પર વિશ્વાસ કરો છો જે એમ્પાયર કરે છે. પરંતુ મારા હિસાબથી હવે આ એ વસ્તુઓની જેવું જ છે જે કંઇક અલગ થવાની શ્રેણીમાં આવે છે. આની પહેલાં પણ વિલિયમ્સન બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ અંગે કહી ચૂકયો છે. નિયમ, નિયમ હોય છે અને ઇંગ્લેન્ડ સહિત અમે બધા એ હિસાબથી રમવાની કોશિષ કરીએ છીએ. અમને લાગાતું હતું કે અમે ખિતાબ જીતીશું. પરંતુ એવું થઇ શકયું નહીં.

શું છે આ ઓવર થ્રો વિવાદ
વાત એમ છે કે જ્યારે કોઇ ઓવરથ્રો રન થાય છે તો એમ્પાયરને નક્કી કરવાનું હોય છે દોડાયેલો રન પણ ઓવર થ્રો માં સામેલ કરવો કે નહીં. તેના માટે નિયમ એ છે કે જ્યારે ફીલ્ડર બોલ ફેંકી રહ્યો હોય તો હાથમાંથી બોલ છૂટતા પહેલાં બોલર્સ એક બીજાને ક્રોસ કરી ચૂકયા હોય તો જ ઓવરથ્રોના રનોમાં દોડાયેલ રન જોડી શકાય છે. આવું જ કંઇક અહીં એમ્પાયરને અહીં એ જોવાનું હતું , જો કે એ ના જોઇ શકયા કે જ્યારે ગાપ્ટિલ ફેંકી રહ્યો હતો તો તેના હાથમાંથી બોલ છૂટતા પહેલાં સ્ટોક્સ અને આદિલ રાશિદ એક બીજાને ક્રોસ કરી શકયા નહોતા. આ હિસાબથી ઇંગ્લેન્ડને છ ની જગ્યાએ પાંચ રન આપવા જોઇતા હતા, જો કે તે ના થયું.

આ વીડિયો પણ જુઓ – કર્ણાવતિ ક્લબ ફરી વિવાદમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન