kane williamson said any team can win t20 world cup 2021 because they have match winners
  • Home
  • Sports
  • Cricket
  • T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને લઈને Kane Williamsonનું મોટું નિવેદન, કહ્યું…

T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને લઈને Kane Williamsonનું મોટું નિવેદન, કહ્યું…

 | 6:12 pm IST
  • Share

  • આવતીકાલથી શરૂ થશે T20 વર્લ્ડ કપ
  • આ વખતે કઈ ટીમ જીતશે ટ્રોફી?
  • ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને કહ્યું, કોઈ પણ જીતી શકે છે T20 વર્લ્ડ કપ

 

T20 વર્લ્ડ કપ 2021 આવતીકાલથી યૂએઈ અને ઓમાનમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને T20 વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે.

આ ટીમને મળી શકે છે ચેલેન્જ
ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમને ચેલેન્જ મળી શકે છે. આ સાથે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલયમસને T20 વર્લ્ડ કપને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

વિલિયમસને કહી આ વાત

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે T20 વર્લ્ડ કપમાં દરેક ટીમમાં મેચ વિનર્સ છે અને ટૂર્નામેન્ટમાં કશું પણ થઈ શકે છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ નવેમ્બરમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લે છે અને આ સાથે તેની અન્ય આઈસીસી ટ્રોફી હશે. કીવી ટીમમાં ઈંગ્લેન્ડમાં ભારતને હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનો ખિતાબ જીતી ચૂક્યા હતા. વિલિયમસને કહ્યું કે આ મેચ કોઈ પણ ટીમ જીતી શકે છે. અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટમાં મેચ જીતનારા ખેલાડી હોય છે આ માટે આપણે યોગ્ય સમય પર મેદાનમાં ઉતરવાનું રહે છે.

કોઈ પણ જીતી શકે છે T20 વર્લ્ડ કપ

ન્યૂઝીલેન્ડ નાના પાયે પહેલા વિજેતાની શોધમાં ઉતરશે. આ 2007 અને 2016માં સેમીફાઈનલ સુધી પહોંચી હતી. વિલિયમસને કહ્યું આ એક અદ્ભૂત પ્રતિયોગિતા છે અને જાહેર છે આ લાંબા સમય બાદ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મેચ વિજેતા હોય છે અને કોઈ પણ કોઈને પણ હરાવી શકે છે. તેઓએ કહ્યું કે રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવવાની છે. આ એક નાની ટૂર્નામેન્ટ છે અને માટે તમે દોડવાની સાથે મેદાન પર ઉતરવા ઈચ્છો છો. તમે કોશિશ કરવા ઈચ્છો છો કે થોડી જલ્દી ગતિ પ્રાપ્ત કરો.

ભારતની પહેલી મેચ પાકિસ્તાનથી

ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમશે. આ મેચ સૌથી મોટી દુશ્મન પાકિસ્તાની ટીમના વિરોધમાં થશે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને માત આપીને આ મેચ જીતવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધઈ ક્યારેય પણ પાકિસ્તાનની ટીમ ભારતને વર્લ્ડ કપ મેચમાં હરાવી શકી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો