Kane Williamson Speaking After Win In Semi Final Against India
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન વિલિયમ્સને ખોલ્યું જીતનું રહસ્ય, ભારત વિશે કહી દિલ જીતી લે તેવી વાત

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન વિલિયમ્સને ખોલ્યું જીતનું રહસ્ય, ભારત વિશે કહી દિલ જીતી લે તેવી વાત

 | 9:35 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં 18 રનોથી ભારતને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન વિલિયમ્સને ભારતીય ટીમની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ખરાબ પરિસ્થિતિમાંથી મેચને આટલી નજીક લાવીને સમાપ્ત કરતા ભારતે બતાવ્યું છે કે તે શા માટે દુનિયાની બેસ્ટ ટીમ છે.

આ પિચ પર 240-250 રનનો ટાર્ગેટ પુરતો હતો

મેચ બાદ વિલિયમ્સને કહ્યું કે, “સાચું કહું તો કંઇક અલગ ફીલ થઇ રહ્યું છે. ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. નિશ્ચિત રીતે આ મુશ્કેલ મેચ હતી, મુશ્કેલ સેમિ-ફાઇનલ હતી. અમે પરિસ્થિતિનો અંદાજો ઝડપથી લગાવ્યો. મને લાગે છે કે બંને ટીમોને ખબર હતી કે આ હાઈસ્કોરિંગ ટ્રેક નથી.” વિલિયમ્સને કહ્યું કે, “અમે વિચાર્યું હતુ કે આ વિકેટ પર 240-250 રનનો સ્કોર સારો રહેશે અને આનાથી અમે ભારત પર દબાવ બનાવી શકીશું. અમારા ખેલાડીઓ આ કરવામાં સફળ રહ્યા. નવા બૉલને અમારા બૉલરોએ પિચ પર અને હવામાં સ્વિંગ કરાવવાનો પ્રયત્ન કર્યો.”

ભારતે બતાવ્યું કે તે શા માટે એક શાનદાર ટીમ છે

વિલિયમ્સને કહ્યું કે, “અમારે વિશ્વસ્તરનાં ખેલાડીઓ પર દબાવ બનાવવાનો હતો. અમને ખબર હતી કે જ્યારે પિચ ધીમી થઇ જશે ત્યારે અમારે તેનો ફાયદો ઉઠાવવો પડશે, પરંતુ તેમણે જણાવ્યું કે તેઓ શા માટે એક શાનદાર ટીમ છે. તેઓ મેચને અંત સુધી લઇ ગયા જ્યાં તેઓ ધોની અને જાડેજાનાં દમ પર જીતી પણ શકતા હતા.” વિલિયમ્સને કહ્યું કે, “અમારા વ્યક્તિત્વની આ મેચમાં પરીક્ષા થઇ અને અમે તેમા સફળ રહ્યા. અમે ઘણી મેચો હાર્યા, પરંતુ અમે હારથી નિરાશ ના થયા અને આજે મેચ જીતીને બતાવી. આમ તો ખાસ દિવસ પર કંઇપણ થઇ શકે છે અને આ ઘણા ઓછા રનથી હાર-જીતનું અંદર હતુ. જીતીને ખુશી થઇ.”

કોહલીએ કહ્યું, “હારને સ્વીકારવી મુશ્કેલ”

હાર બાદ ભારતીય ટીમનાં કેપ્ટન કોહલીએ કહ્યું કે, “હારને સ્વીકારવી મુશ્કેલ થઇ રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. પહેલા હાફમાં અમારું પ્રદર્શન સારું રહ્યું. અમે વિચાર્યું હતુ કે અમે ન્યૂઝીલેન્ડને એવા સ્કોર પર રોક્યું છે જે મેળવવો શક્ય છે, પરંતુ જે રીતે તેમણે બૉલિંગ કરી તેના કારણે અમે હાર્યા.” કોહલીએ કહ્યું કે, “જ્યારે તમે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરો છો અને ફક્ત 45 મિનિટનાં ખરાબ પ્રદર્શનનાં કારણે હારી જાઓ છો ત્યારે ખોટું લાગે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન