Kane Williamson Will Not Play Match Against CSK
  • Home
  • Sports
  • Cricket
  • ચેન્નાઈ સામે મેચ પહેલા જ સ્ટાર ખેલાડીની નજીકની વ્યક્તિનું નિધન, નહીં રમે મેચ

ચેન્નાઈ સામે મેચ પહેલા જ સ્ટાર ખેલાડીની નજીકની વ્યક્તિનું નિધન, નહીં રમે મેચ

 | 4:02 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં મગંળવારનાં 41માં મુકાબલામાં ચેન્નાઈ અને હૈદરાબાદની ટીમ સામ સામે ભીડાશે. બંને ટીમો માટે મુકાબલો મહત્વનો છે. જો કે મેચથી પહેલા હૈદરાબાદની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સન ટીમનો સાથ છોડીને પોતાના દેશ પરત ફરી ગયો છે. આપને જણાવી દઇએ કે કેન વિલિયમ્સનની દાદીનું નિધન થઈ ગયું છે. જો કે આશા છે કે 27 એપ્રિલનાં રાજસ્થાન સામેના મુકાબલામાં તે ટીમ સાથે જોડાશે.

કેન વિલિયમ્સનની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશિપ ભુવનેશ્વર કુમાર સંભાળી શકે છે. આ પહેલા પણ શરૂનાં 5 મુકાબલામાં જ્યારે કેન ઇજાગ્રસ્ત હતો ત્યારે પણ ભુવનેશ્વરે ટીમની કેપ્ટનશિપ કરી હતી. કેનની જગ્યાએ ટીમમાં મોહમ્મદ નબી અથવા સાકિબ અલ હસનને સામેલ કરવામાં આવી શકે છે. જણાવી દઇએ કે અત્યારે હૈદરાબાદની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર છે.

આજે ચેન્નાઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. આ મેચમાં સૌની નજર હૈદરાબદાની ઑપનિંગ જોડી ડેવિડ વૉર્નર અને જૉની બેયરસ્ટો પર રહેશે. બંને શાનદાર ફૉર્મમાં છે. ચેન્નાઈની ટીમ બંનેને જલદી આઉટ કરીને મેચ પર પોતાની પકડ જમાવવા ઇચ્છશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન