Kangana inaugurates her Production House Today, Sister Rangoli chandel share Photos
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગનાએ પ્રોડક્શન હાઉસ ખરીદતા રંગોલીએ અભિનેત્રીઓને ટોણોં મારતા કહ્યું- તે કોઈની સામે…

કંગનાએ પ્રોડક્શન હાઉસ ખરીદતા રંગોલીએ અભિનેત્રીઓને ટોણોં મારતા કહ્યું- તે કોઈની સામે…

 | 9:40 pm IST

બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપનારી કંગના રનૌતે વધુ એક ઉપલબ્ધિ નોંધાવી છે. કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની શરૂઆત કરી હતી. પોતાના આ પ્રોડક્શન હાફસ માટે કંગનાએ મુંબઇના પૉશ પાલી હિલ્સ વિસ્તારમમાં 3 માળની બિલ્ડીંગ લીધી છે. જેને લઈને કંગનાની બહેન રંગોલી બોલિવૂડની અભિનેત્રીઓને આડકતરી રીતે ટોણોં માર્યો હતો.

કંગનાએ તેમાં પૂજા કરીને પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી. જેની તસવીરો તેની બહેર રંગોલી ચંદેલે સોશિયલ મીડિયા પર શેર કરી. આ તસવીરોમાં કંગના પોતાના ભાઇ અક્ષિત સાથે પૂજા કરતી નજરે પડી હતી.

આ પ્રસંગે કંગનાની આ ઉપલબ્ધિના વખાણ કરતા તેમની બહેન રંગોલીએ કહ્યું હતું કે, કંગનાએ આ રૂપિયા કોઇના લગ્ન કે એવોર્ડ ફંક્શનમાં નાચીને નથી કમાયા. કે ના કદી ચિંદી બ્રાન્ડ્સનું પ્રમોશન કરીને. તે મૂવી માફિયાથી પણ લડે છે અને તેમ છતાં આજે તેની પાસે કોઇ પણ એક્ટ્રેસ કરતા વધુ પ્રોપર્ટી છે

આ પ્રોડક્શન હાઉસની તસવીરો શેયર કરતા રંગોલીએ કહ્યું હતું કે, મુંબઇના પ્રાઇમ લોકેશન પર કંગનાનું આ પ્રોડક્શન હાઉસ છે જેનું સપનું કંગનાએ 10 વર્ષ પહેલા જોયુ હતું. આજે અમે પણ તેને જોઇ રહ્યા છીએ. લોકો સચ્ચાઇ અને ઇમાનદારીથી પણ બધુ જ મેળવી શકે છે. આ પછી આ લોકો નાનીમોટી બંડલબાજી અને છેતરપીંડી કેમ કરે છે?

નોંધનીય કંગનાનું આ પ્રોડક્શન હાઉસ પાલી હિલ વિસ્તારમાં છે. આ પ્રોડક્શન હાઉસમાં કંગના વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરશે અને તેના ભાઇ અક્ષિત કાનૂની અને ફાઇનાન્સથી જોડાયેલા કામ દેખશે.

જુઓ આ વીડિયો પણ : અમદાવાદમાં ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન