- Home
- Entertainment
- Bollywood
- કંગનાએ આલિયાને ગણાવી હતી કરણ જોહરની કઠપુતળી, હવે મળ્યો જોરદાર જવાબ

કંગનાએ આલિયાને ગણાવી હતી કરણ જોહરની કઠપુતળી, હવે મળ્યો જોરદાર જવાબ

પોતાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ને લઇને કંગના રનૌત સતત સમાચારોમાં રહે છે. ગત દિવસોમાં કંગના રનૌતે બોલીવુડ સ્ટાર્સને તેની ફિલ્મનો સપોર્ટ ના કરવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં કંગનાએ બીજીવાર આલિયા ભટ્ટ પર નિશાન સાધતા આલિયાને કરણ જોહરની કઠપુતળી ગણાવી હતી. કંગનાનાં આ નિવેદન પર હવે આલિયા ભટ્ટે જવાબ આપતા તેને પર્સનલ મળવાની વાત કરી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આલિયાએ કહ્યું, “આ વિશે હું કંગના સાથે પર્સનલી વાત કરીશ. હું નથી ઇચ્છતી કે મીડિયાને આ વિશે કોઇ જવાબ આપુ અને વાત વધતી જાય. મે પહેલા પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે હું કંગનાની ઘણી ઇજ્જત કરું છું. તે પોતાના દમ પર આટલે પહોંચી છે. તે ખુલીને પોતાની વાત રાખે છે અને હું તેનું સમ્માન કરું છું. મે જો તેને ભૂલથી પણ નારાજ કરી હોય તો હું તે વિશે નથી જાણતી, પરંતુ આવું કરવાનો મારો કોઇ ઉદ્દેશ નહોતો. હું નહોતી ઇચ્છતી કે કંગના મારી કોઇ વાતથી નારાજ થાય.”
ગત દિવસોમાં કંગનાએ કહ્યું હતુ કે, “મને લાગે છે કે આલિયા ભટ્ટે પોતાને સશક્ત કરવી જોઇએ અને મહત્વપૂર્ણ ફિલ્મોને સપોર્ટ કરવો જોઇએ. ખાસ કરીને એવી ફિલ્મોનો જે મહિલાઓ અને દેશ વિશે હોય. જો તેની પોતાની કોઇ અવાજ નથી અને તે ફક્ત કરણ જોહરની કઠપુતળી છે તો હું કહેવા ઇચ્છીશ કે તમે સફળ નથી. હું આલિયાને કહેવા ઇચ્છીશ કે જો તમે ફક્ત પૈસા કમાવા માટે કામ કરી રહ્યા છે અને તમારા પોતાનો કોઇ અવાજ નથી તો મારા માટે આ સફળતાનું કોઇ મહત્વ નથી.”