kangana-ranaut-covers-herself-in-prosthetic-glue-to-become-j-jayalalithaa
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કંગનાની પડદા પાછળની મહેનતે બધાને ચોંકાવ્યાં, ક્યારેક તો રીતસરની રાડ નીકળી જતી!

PHOTOS: કંગનાની પડદા પાછળની મહેનતે બધાને ચોંકાવ્યાં, ક્યારેક તો રીતસરની રાડ નીકળી જતી!

 | 1:51 pm IST

કંગના રનૌત એક વાતને લઈ ચર્ચામાં છે. તેના અમુક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે કે જે ખરેખર ચોંકાવનારા છે. દિવંગત નેતા જયલલિતાની બાયોપિક થલાઇવીની તૈયારી માટે કંગના રાત દિવસ મહેનત કરી રહી છે. કંગનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને અંદાજો આવે કે કેટલી મહેનત કરવી પડતી હશે.

તસવીરમાં જોઈ શકાય છે કે તેના આખા ચહેરા પર લીલા રંગનો લેપ લગાવવામાં આવ્યો છે જેથી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. હોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિંસ કંગનાનો લૂક ટેસ્ટ તૈયાર કરી રહ્યો છે. હોલિવૂડનાં મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિંસએ ઘણી ફિલ્મો માટેનો ગેટઅપ તૈયાર કર્યો છે. હોલિવૂડ ફિલ્મ કેપ્ટન માર્વેલ અને બ્લેડ રનર 2049 જેવી ફિલ્મોનો ગેટઅપ પણ તેમણે જ તૈયાર કર્યો છે. એવા પણ અહેવાલો છે કે આ લૂક વખતે ક્યારેક તો કંગનાની ચીખ બહાર આવી જતી.

કંગના આ ફિલ્મમાં જયલલિતાનાં કિરદારને બખૂબી અદા કરવા માટે ભરતનાટ્યમ અને તમિલ ભાષા પણ શીખી રહી છે. એવા અહેવાલ મળ્યા છે કે ફિલ્મ માટે કંગનાએ 20 કરોડ રૂપિયા લીધા છે. તો જુઓ કંગનાની આ નવી તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન