કંગના રનૌત આ ડરને કારણે નથી કરતી સોશિયલ મીડિયાનો ઉપયોગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગના રનૌત આ ડરને કારણે નથી કરતી સોશિયલ મીડિયાનો ઉપયોગ

કંગના રનૌત આ ડરને કારણે નથી કરતી સોશિયલ મીડિયાનો ઉપયોગ

 | 3:48 pm IST

એક તરફ બોલિવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી રહ્યા છે અને પોતાની દરેક વાત સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક મોટા કલાકારો સોશિયલ મીડિયાથી દૂર રહે છે. સોશિયલ મીડિયાથી દૂર રહેનારા સેલિબ્રિટીઝમાં એક નામ કંગના રનૌતનું પણ છે. અભિનેત્રી કંગના રનૌતનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા પર નથી કારણ કે તેને લાગે છે કે આમા ઘણો સમય બરબાદ થાય છે. કંગનાએ ટીવી શૉ ‘વીએચ-1 ઇન્સાઇડ એક્સેસ’નો હિસ્સો બનવા દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રાખ્યા હતા. કંગનાને લાગે છે કે સોશિયલ મીડિયા પર ઘણો સમય બરબાદ થાય છે. તેણે કહ્યું કે, “હું ઘણા કારણોસર સોશિયલ મીડિયા પર નથી અને તેમાથી એક છે કે મને લાગે છે કે આમા સમય ઘણો જ બરબાદ થાય છે.”

વધુમાં કંગના રનૌતે કહ્યું કે, “લોકો મને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવાની સલાહ આપે છે. મારા એજેન્ટ્સ કહે છે કે તમે સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ ખોલી દો. તમે પોસ્ટ ના કરતા અમે કરીશું. પરંતુ મને આ ઠીક નથી લાગી રહ્યું છે. મે મારી જિંદગીમાં એવું કોઇ જ કામ નથી કર્યું જેમાં હું સામેલ ના હોઉં. હું કોઇપણ પ્રકારની અપ્રામાણિકતા મારા ચાહકો સાથે ના કરી શકું. મને એવું લાગે છે કે હું આવું કરીને લાખો લોકોની નકલ કરીશ. આવા સંબંધો નકલી હોય છે.”

આ દિવસોમાં કંગના રનૌત ‘મણિકર્ણિકા’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ તે ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં પણ જોવા મળશે.