For jayalalithaa biopic kangana ranaut grabbed 24 crore fees
  • Home
  • Featured
  • Photos: બોલીવુડમાં સૌથી વધારે ફી લેનાર એકટ્રેસ બની કંગના

Photos: બોલીવુડમાં સૌથી વધારે ફી લેનાર એકટ્રેસ બની કંગના

 | 11:10 am IST

પહાડી વાતાવરણમાં ઉછરેલી અને કુદરતી સૌંદર્ય ધરાવતી અભિનેત્રી એટલે કંગના રનૌત. પોતાની ફિલ્મો હોય કે પોતાની અંગત લાઈફ કંગના કોઈ છોછ કે ડર વીના બોલે છે તેના આ સ્વભાવના કારણે જ તે ચર્ચાઓમાં છવાયેલી રહે છે. કંગના રનૌત હાલ તેની ફિલ્મોની ફીને લીધે ચર્ચામાં આવી છે.

બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત અંગે હાલ સમાચારોએ વેગ પકડ્યા છે કે બહુચર્ચિત એવા જયલલિતાની બાયોપિક ફિલ્મ માટે તેને 24 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. કંગના રનૌત આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકા નિભાવશે. કંગનાને ઓફર કરવામાં આવેલી આ માતબર રકમની સાથે તે બોલીવુડની સૌથી મોંઘી એકટ્રેસ બની ચુકી છે. ફિલ્મનું નિર્દેશન એ. એલ. વિજય કરી રહ્યા છે. વિજય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સૌથી વધારે સફળ નિર્દેશક માનવામાં આવે છે.

વર્ષ 2017માં ઇંટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ બોલીવુડની સૌથી વધારે ફી લેનાર અભિનેત્રીઓમાં ટૉપ પર હતી. ત્યારબાદ તેની પાસેથી આ ખિતાબ દીપિકા પાદુકોણે છીનવી લીધો હતો. સમાચારોનું માનીએ તો દીપિકા પાદુકોણને ફિલ્મ પદ્માવત માટે 11થી 12 કરોડની ફી રાખી હતી. ત્યારબાદ દીપિકાને પાછળ રાખી કંગના બોલીવુડની સૌથી મોંઘી એકટ્રેસ બની ચુકી છે.

કંગના અંગે તો એવુ કહેવાય છે કે તે જે પણ ફિલ્મમાં કામ કરે જાન રેડી દે છે. કંગના જે ફિલ્મ પર કામ કરી રહી છે તે થાલાઈવી નામથી બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ હિંદી અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની ઘોષણા કંગના રનૌતના જન્મદિવસ પર કરવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર ફિલ્મ મેકર્સને એ વાત પર પૂરો ભરોસો છે કે કંગનાનો સ્ટાર પાવર તેની ફિલ્મોને સફળ બનાવવા માટે પુરતો છે. આ ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ તેની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરી ચુક્યા છે. આ પહેલા કંગના ફિલ્મ મણિકર્ણિકામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ કલેક્શન કરવામાં સફળ રહી હતી. આપને જણાવી દઈએકે કંગનાએ ‘ગેંગસ્ટર’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં શાઈની આહુજા અને ઇમરાન હાશ્મી પણ હતા. આ ફિલ્મમાં કંગના રનૌતની દમદાર એક્ટીંગ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન