Kangana And Rajkummar Mental Hai Kya Get A New Release Date
  • Home
  • Entertainment
  • Bollywood
  • બહુચર્ચીત કંગના રનૌતની ફિલ્મ મેંટલ હૈ ક્યાની રિલીઝ ડેટ આવી સામે

બહુચર્ચીત કંગના રનૌતની ફિલ્મ મેંટલ હૈ ક્યાની રિલીઝ ડેટ આવી સામે

 | 1:56 pm IST

બોલીવુડની શાનદાર એક્ટર કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ મેંટલ હૈ ક્યાં ટુંક સમયમાં રીલિઝ થવાની છે. જ્યારથી ફિલ્મનું પોસ્ટર સામે આવ્યુ છે ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. જો કે અત્યાર સુધી ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે સ્પષ્ટ થયું ન હતુ પણ હવે આજે ફિલ્મના નવા પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ દર્શાવવામાં આવી છે. જો બધુજ ઠીક ઠાક રહ્યું તો આ ફિલ્મ 21 જૂને રિલીઝ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે આ પહેલાં આ ફિલ્મને કરીના કપુરને કાસ્ટ કરવામાં આવી હતી. જો કે ફિલ્મમાં રહેલ બોલ્ડ કંટેટના કારણે કરીનાએ આ ફિલ્મ છોડી દીધી હતી.

ફિલ્મ મેંટલ હૈ ક્યાનું નવુ પોસ્ટર ખુબજ ખતરનાક છે. તેમાં કંગના રનૌત અને રાજકુમાર રાવ નજરે ચડી રહ્યા છે. બંને એ પોતાની જીભથી બ્લેડને પકડી છે. ફિલ્મની રિલીઝ ડેટ પહેલાં 29 માર્ચ હતી. કંગનાના વ્યસ્ત શેડ્યુલના કારણે ફિલ્મની રિલીઝ ડેટને આગળ સરકાવવામાં આવી હતી.

હવે નવી રિલીઝ ડેટ સાથે ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે. મેંટલ હૈ ક્યાં ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની જોડી પહેલી વાર સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મ મેંટલ હૈ ક્યાને એકતા કપુર પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મનુ પોસ્ટર્સ રીલીઝ થતાંજ કંગનાનો બોલ્ડ અવતાર હાલ ચર્ચામાં છે. ફિલ્મનું નિર્દેશન પ્રકાશ કોવેલામુડીએ કર્યુ છે.

ફિલ્મ માટે કરીના જ હતી પહેલી પસંદ

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ હતી કરીના કપુર પણ કટેંટ એટલું બોલ્ડ હતું કે કરીનાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મ કંગનાને ઓફર કરવામાં આવી અને કંગનાને આ ફિલ્મ ખુબજ પસંદ પડી હતી.

કંગનાની જેમ જ આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ પોતાની ફિલ્મોમાં અલગ અલગ પ્રયોગ કરતો રહે છે. રાજકુમાર રાવે આ ફિલ્મને સમજવા માટે ત્રણ અઠવાડિયાનો વર્કશોપ કર્યો હતો.રાજકુમારે કહ્યુ કે મારા માટે થોડું મુશ્કેલ કામ છે પણ આ એક એવી વસ્તુ છે જે એક્ટર તરીકે કરવા મને ઉત્સાહિત કરે છે. મને જ્યારે જ્યારે મોકો મળે છે હું મારા લુક્સમાં ફેરફાર કરૂ છુ જેથી કંઈક નવું કરી શકુ. આ માટે ક્યારેક Bose: Dead/Alive માં અડધો ટકલું થવા તૈયાર હતો તો મે Trapped માટે મારૂ વજન ઘટાડ્યુ હતુ.

કંગના અને રાજકુમાર એવા કલાકારો છે જે પોતાના કામમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેઓ એક્ટીંગ કરતા હોય તેવુ ક્યારેય લાગતું જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન