kangana reacts to fir filed against and says pappu sena in maharashtra
  • Home
  • Entertainment
  • Bollywood
  • FIR પછી કંગના થઈ લાલઘૂમ, કહ્યું-મહારાષ્ટ્રની પપ્પુ સેનાને મારા સિવાય બીજું કશું દેખાતું નથી

FIR પછી કંગના થઈ લાલઘૂમ, કહ્યું-મહારાષ્ટ્રની પપ્પુ સેનાને મારા સિવાય બીજું કશું દેખાતું નથી

 | 6:36 pm IST

બોલિવૂડ(bollywood) એક્ટ્રેસ કંગના રનૌત(kangana ranaut) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મુંબઈની બાંદ્રા કોર્ટે કથિત રીતે કોમી તનાણ ફેલાવવાના આરોપમાં તેમની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. હવે આ વાત પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કંગના(kangana ranaut)એ તેના ટ્વિટર હેન્ડલ પર નવરાત્રિની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું, ‘નવરાત્રિનો ઉપવાસ કોણ રાખી રહ્યું છે? આજના નવરાત્રિના તહેવારમાં ક્લિક કરેલા ફોટોઝ, હું ઉપવાસ પણ કરું છું. તો આ જ દરમિયાન મારી સામે બીજી એફઆઈઆર કરવામાં આવી છે. મહારાષ્ટ્રની પપ્પુ સેનાને મારા સિવાય બીજું કશું દેખાતું નથી. મને બહુ યાદ ના કરો, હું જલ્દી જ ત્યાં આવી રહી છું. ‘

ઉલ્લેખનીય છે કે અરજદારે આરોપ લગાવ્યો છે કે ન્યુઝ ચેનલને અપાયેલા નિવેદનો અને ટ્વીટ્સ દ્વારા કંગના સતત કોમી તનાણ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. અરજદારે એમ પણ કહ્યું છે કે કંગના રનૌતે પોતાના ટ્વિટ દ્વારા કેટલીક વાર હિન્દુ અને મુસ્લિમ કલાકારોને વિભાજીત કરવા અને સામાજિક દ્વેષ વધારવાનું કામ કર્યું છે

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદથી કંગનાએ બોલિવૂડ(bollywood) પર સતત આપોરો નાંખ્યા છે અને હુમલો કર્યો છે. કંગનાએ તેના ઘણા વીડિયો અને ઇન્ટરવ્યુમાં બોલિવૂડ(bollywood)ની કેટલીક હસ્તીઓ પર ખુલ્લેઆમ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે કંગના કાજકારણમાં એન્ટ્રી લઈ શકે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ: યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન