Kangana Ranaut reveals that the release of Manikarnika is not shifted
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું ફિલ્મ ‘ઠાકરે’ની રિલીઝ ડેટને લઇને ‘મણિકર્ણિકા’ બદલશે પોતાની તારીખ? કંગનાએ કર્યો ખુલાસો

શું ફિલ્મ ‘ઠાકરે’ની રિલીઝ ડેટને લઇને ‘મણિકર્ણિકા’ બદલશે પોતાની તારીખ? કંગનાએ કર્યો ખુલાસો

 | 3:48 pm IST

બૉલીવુડમાં પોતાની ફિલ્મને સ્પેશિયલ ડેટ પર રિલીઝ કરવાનો ક્રેઝ હંમેશાં પહેલાથી રહ્યો છે. આવું જ કંઇક 25 જાન્યુઆરીએ પણ જોવા મળી શકે છે, જેમાં બોલીવુડની અમુક મોટી ફિલ્મો આ સ્પેશિયલ દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.

પરંતુ શિવસેના સુપ્રીમો બાબા સાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ને વધારે પ્રશંસકો જોવા જાય ત્યારે શિવસેનાએ આ ફિલ્મને સિંગલ રિલીઝ અપવાવાની કોશિશો શરૂ કરી દીધી છે. તેના કારણે 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’એ પોતાની રિલીઝ ડેટ એક અઠવાડિયા પાછળ ખસેડી દીધી છે. પરંતુ તેમ છતાં ઠાકરેને ટક્કર આપવા માટે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે.

બુધવારે મુંબઇમાં આ ફિલ્મને ખુબ જ સ્પેશિયલ અંદાજમાં મ્યૂઝિક લૉંચ કરવામાં આવ્યું હતું. આ લૉંચના પ્રસંગે કંગના રનૌતે સ્પષ્ટ કરી દીધું કે અત્યાર સુધી મારી રિલઝ જેટ ચેન્જ કરવા માટે તેમનો કોઇએ સંપર્ક કર્યો નથી. કંગનાએ એવું પણ સ્પષ્ટ કરી દીધું કે આ દિવસ એટલો મોટો છે કે સરળતાથી બે ફિલ્મો એક સાથે રિલીઝ થઇ શકે છે.

પોતાની મ્યૂઝિક ઇવેન્ટમાં એક વેબ પોર્ટલ સાથે કંગનાએ જણાવ્યું કે, મને હજી સુધી કોઇએ મારી ફિલ્મની રિલીઝ ડેટ શીફ્ટ કરવાની વાત કરી નથી, પરંતુ મારી પાસે કોઇ પહોંચ્યું જ નથી. આ એક મોટો દિવસ છે અને બે ફિલ્મો ખુબ જ સરળતાથી આ દિવસે રિલીઝ થઇ શકે છે. અમારા ઉપર કોઇ દબાણ નથી.

સ્પેશિયલ ડેટ પર રિલીઝનો વિવાદ છે લાંબો
તમને જણાવી દઇએ કે, ગત વર્ષોમાં 25 જાન્યુઆરીની રિલીઝ ડેટને લઇને ઘણી ફિલ્મોમાં ટકરાવ જોવા મળ્યો છે. ગત વર્ષ વિવાદોમાં ફસાયેલી સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’ અને અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ પણ આજ દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ ડેટને આગળ વધારી દીધી હતી, જ્યારે 2017માં ઋતિક રોશન અને શાહરૂખ ખાન પણ આ દિવસે પોતાની ફિલ્મોને રિલીઝ કરવા માટે ટક્કર થઇ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઇસ’ અને ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ને લઇને પણ ઘણો વિવાદ થયો હતો અને શાહરૂખે પોતાની ફિલ્મ 26 જાન્યુઆરીના બદલે એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ સાંજે રિલીઝ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.