Kangana Ranaut said People Who is Saying Save Cow Where they Goes When Mob Lynching Happens
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગાય બચાવો કહેતા લોકો લિંચિંગ સામે કેમ બોલતા નથી….કંગનાનું નિર્ભીક નિવેદન

ગાય બચાવો કહેતા લોકો લિંચિંગ સામે કેમ બોલતા નથી….કંગનાનું નિર્ભીક નિવેદન

 | 11:15 am IST

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેખૌફ નિવેદનો માટે જાણીતી છે. કંગનાએ બુધવારે ‘ઇન કન્વરસેશન વિથ ધ મિસ્ટિક 2018’ દરમિયાન સદગુરૂ જગ્ગી વાસુદેવ સામે ઘણા ગંભીર મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન કંગનાએ સ્પષ્ટ કર્યું કે રાજનીતિમાં જવાનો તેનો કોઈ ઇરાદો નથી. દેશમાં વધી રહેલી લિંચિંગની ઘટનાઓ પર પણ કંગનાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે આપણે ગાયને બચાવવાનાં સંદેશ આપી રહ્યા છીએ, પરંતુ જ્યારે લિંચિંગની ઘટનાઓ થાય છે ત્યારે આપણે તેને ખરાબ કહેવાની હિંમત કરી શકતા નથી. ફક્ત દુ:ખ વ્યક્ત કરવાથી જે થયું તેને બદલી શકાય છે?

કંગનાએ કહ્યું કે તેની ફિલ્મ ‘મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી’ શૂટિંગ દરમિયાન મારે એક ગાયનાં વાછરડાને બચાવવાનો સીન શૂટ કરવાનો હતો, પરંતુ પછી મારી ટીમે નિર્ણય કર્યો કે આપણે આવું નહી કરીએ. ટીમનું માનવુ હતુ કે આપણે ફિલ્મમાં ગાય બચાવનારાઓ જેવા નથી દેખાવા માંગતા. કંગના કહે છે કે, “હું ગાય બચાવવા માટે કંઇક કરવા ઇચ્છુ છું, પરંતુ જ્યારે હું જોઉં છું કે ગાયનાં નામ પર લોકો ખૂન કરી રહ્યા છે તો મને આ મુર્ખતા લાગે છે.”

રાજનીતિ પર બોલતા કંગનાએ કહ્યું કે, “મને લાગે છે કે રાજનીતિને કેરિયરનાં રૂપે ના લેવું જોઇએ. જો મારા જેવી કોઈ વ્યક્તિ રાજનીતિમાં સામેલ થવા માંગે છે તો તેણે ભૌતિક સંસારનાં દુ:ખો અને સુખોનો ત્યાગ કરવો પડશે અને તપસ્વી કે વૈરાગી બનવું પડશે. જો તમે લોકોની સેવા કરવા ઇચ્છો છો તો તમારે પોતાના પરિવાર અને પોતાની જીવનની બીજી ચીજોને છોડવી પડશે. ફક્ત ત્યારે જ હું દેશની સેવા કરવા સક્ષમ થઇ શકીશ અને આ જ ઇરાદો હોવો જોઇએ.”