Kangana Ranaut shared a special video message on Independence Day
  • Home
  • Featured
  • સ્વતંત્રતા દિવસ પર કંગના રનૌતે શેર કર્યો એવો VIDEO કે… જોઈ તમને લાગશે દેશભક્તિનો રંગ

સ્વતંત્રતા દિવસ પર કંગના રનૌતે શેર કર્યો એવો VIDEO કે… જોઈ તમને લાગશે દેશભક્તિનો રંગ

 | 3:04 pm IST

સ્વતંત્રતા દિવસ પર બોલીવુડના સ્ટાર્સે પણ દેશ માટે તેના પ્રેમ વ્યક્ત કરતા લોકોએ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે આ સ્ટાર્સમાંથી એક કંગના રનૌત પણ છે. જે ખાસ કરીને દેશભક્તિની પોસ્ટ કરતી રહે છે. તેને વીડિયોમાં ન માત્ર લોકોને શુભેચ્છા પાઠવી પરંતુ સમાજના કેટલાક મુદ્દાને લઇને પણ વાત કરી છે. બહેના રંગોલી ચંદેલે ટ્વિટર પર શેર વીડિયોમાં કંગના દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી રહી છે.

તેમજ કંગનાએ જાતિ, ધર્મ, પહેરવેશ સહિત આધાર પર કરવામાં આવેલા પક્ષપાતને લઇને વાત કરતા યુવા પેઢીથી આ પ્રતિજ્ઞા લેવા કહ્યું કે અમારી માત્ર એક જ ઓળખ અને ધર્મ છે જે ભારતીયતા…કંગનાએ ભારતના ભવિષ્યને નવી ઉંચાઇઓ પર લઇ જવાની ચર્ચા કરતા સ્વચ્છતા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, ઝાડ ઉગાવવા જેવા મુદ્દાને પણ વીડિયોમાં સામેલ કર્યું છે. અભિનેત્રીના આ વીડિયો મેસેજથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. જેને લોકો રીટ્વીટ પર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન