‘રંગૂન’નાં સહ-કલાકાર શાહિદ અને સૈફ વિશે કંગનાએ કહ્યુ કંઇક ‘સારુ’

97

અભિનેત્રી કંગના રનોટનું કહેવું છે કે, ફિલ્મ’રંગૂન’નાં તેના સહ-કલાકાર શાહિદ કપૂર અને સૈફ અલી ખાન ખુબ જ શાનદાર અભિનેતા છે અને તે પોતાને નસીબદાર માને છે કે તેને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો. તમને જણાવી દઇએ કે,’રંગૂન’માં ત્રણે કલાકારો પ્રથમવાર મોટા પડદા પર સાથે જવા મળશે. ફિલ્મની વાર્તા બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની એક પ્રેમ કહાની પર આધારિત છે.

કંગનાએ મીડિયા સમક્ષ જણાવ્યુ કે,”તેઓ શાનદાર અભિનેતા છે. તેમનું વિશાલ ભારદ્વાજ (નિર્દેશક) સાથે સારો તાલમેલ છે. હંમેશા તેમણે પોતાની ફિલ્મમાં તેમને (શાહિદ અને સૈફ) સારી ભૂમિકાઓ કરવા માટે આપી છે. બંન્ને અભિનેતા ખુબ જ સારા, ખુબ જ સરળ અને સ્વાભાવિક વ્યક્તિત્વવાળા છે.”

કંગનાએ વધુમાં જણાવ્યુ કે,”હું પોતાને નસીબદાર માનુ છે કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. મને ફિલ્મ ‘ઓમકારા’માં સૈફની લંગડા ત્યાગીની ભૂમિકા અને ‘હૈદર’માં શાહિદની ભૂમિકા ખુબ જ પસંદ આવી છે. તેમની વચ્ચે (વિશાલ, સૈફ અને શાહિદ) વચ્ચે જોરદાર તાલમેલ છે અને ફિલ્મ માટે એક સમાન જૂનુન છે.

કંગનાએ ફિલ્મનાં નિર્દેશક વિશાલ ભારદ્વાજનાં વખાણ કરતા કહ્યુ કે,”તેમનામાં એવા વિષય પર કામ કરવાની હિમ્મત છે,”જેને બીજૂ કોઇ મોટા પડદા પર લાવવાનું વિચારી પણ ન શકે.”