Kangana Ranaut tears Hrithik Roshan Apart: No One Should Work With Him
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: ઋતિક પર કંગના બરાબર ભડકી, પહેલાં લગ્નનું વચન આપે છે અને પછી…

#MeToo: ઋતિક પર કંગના બરાબર ભડકી, પહેલાં લગ્નનું વચન આપે છે અને પછી…

 | 2:58 pm IST

બોલિવુડમાં #MeToo અભિયાને જોર પકડી લીધું છે. દરરોજ નવી સેલિબ્રિટિનું નામ આરોપીઓની યાદીમાં જોડાઇ રહ્યું છે. પોતાના ‘કોડાફાડ’ નિવેદનો માટે જાણીતી કંગના રાનૌતે વિકાસ બહલની ખુલીને આલોચના કરી હતી. એક્ટ્રેસે હવે મીટુ કેમ્પેઇનમાં ઋતિક રોશનનું નામ જોડીને તમામને ચોંકાવી દીધા છે.

વાત એમ હતી કે એક ચેનલે કંગનાને #MeToo પર પ્રશ્ન પૂછયો તો તેણે કહ્યું કે વિકાસ બહલની સાથે જે પણ થયું તે સારું થયું. આવા ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીઝમાં છે. એક વિકાસ બહલ જ નથી. અત્યારે આપણે ખાસ વિજયી થયાનું મહેસૂસ કરવાની જરૂર નથી. આપણે દૂર સુધી જવાનું છે. અહીં માત્ર એ લોકો જ નથી જે છોકરીઓની સાથે જોર-જબરદસ્તી કરે છે.

‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા પણ લોકો છે જે છોકરીઓને જુઠ્ઠા વચનો આપી, લગ્ન કે કામનું બ્હાનું આપી તેની સાથે સંબંધ બાંધે છે. તે પણ હરેસમેન્ટની કેટેગરીમાં આવે છે. આવા લોકો પોતાની પત્નીને ટ્રોફીની જેમ રાખે છે અને એક યંગ છોકરી સાથે સંબંધ બાંધે છે, લગ્નના ખોટા વચનો આપે છે.’

બાદમાં કંગના ઋતિક રોશનનું નામ લેતા કહે છે, હા અહીં હું તેમની જ વાત કરી રહી છું. તેની સાથે કોઇએ કામ કરવું જોઇએ નહીં. આવા લોકોનો બૉયકોટ કરવો જોઇએ.

આપને જણાવી દઇએ કે ઋતિક રોશન અને કંગના રાનોટ વચ્ચે ઘણો જૂનો વિવાદ છે. એક સમયે બંને રિલેશનશિપમાં હતા. બ્રેકઅપથી ચોંકી ગેયલ કંગનાએ ઋતિક પર કેટલાંય આરોપો મૂકયા હતા. બંનેના ઝઘડા કોર્ટ કચેરી સુધી પહોંચી ચૂકયા છે. એક સમયે બંને એ નેશનલ મીડિયાની સામે જોરદાર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા.