એક ટ્વીટ કરી ભેરવાઇ કંગના, યુઝર્સે ટ્રોલ કરતા કહ્યુ કે કોરોનાથી પણ ખતરનાક તો તુ છે – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક ટ્વીટ કરી ભેરવાઇ કંગના, યુઝર્સે ટ્રોલ કરતા કહ્યુ કે કોરોનાથી પણ ખતરનાક તો તુ છે

એક ટ્વીટ કરી ભેરવાઇ કંગના, યુઝર્સે ટ્રોલ કરતા કહ્યુ કે કોરોનાથી પણ ખતરનાક તો તુ છે

 | 6:30 pm IST
  • Share

સમગ્ર દુનિયામાં કોરાનાએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાની ગંભીર અસર દેખાઇ રહી છે. હાલમાં જ કેટલાયે બોલિવુડ સિતારાઓ કોરોનાની અડફેટે આવી ગયા છે. સાથે કેટલીક સેલિબ્રિટીઝ કોવિડ-19ની વેક્સિન લઇ રહ્યા છે. આ તમામ વચ્ચે કંગના રનૌતના માતા-પિતાએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

કંગનાએ તેના સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી જેના પર કંગના ભારે ટ્રોલ થઇ રહી છે. ટ્રોલર્સના નિશાને ફરી એકવાર કંગના આવી છે. કંગના રનૌતે પોતાના ટ્વીટર પર તેના માતા પિતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેઓ વેક્સિન લગાવી રહ્યા છે. તસવીર સાથે કંગનાએ લખ્યુ કે મારા માતા-પિતાએ આજે હિમાચલમાં વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. તેમને તાવ કે કમજોરી જેવી કોઇ સમસ્યા આવી નથી. તેઓ એકદમ ઓકે છે. મને પણ મારો વારો આવે તેની રાહ છે.

કંગનાનુ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યુ છે. આ મામલે હાલ કંગના ખુબજ ટ્રોલિંગનો શિકાર થઇ રહી છે. એક યૂઝરે લખ્યુ છે કે તુ પણ વેક્સિનનો ડોઝ લઇ જ લે જે જેથી તારા મગજમાં રહેલ ગોબરને સાફ કરી શકે રજ્જો. કંગના આ પહેલા માસ્ક ન પહેરવાના કારણે પણ ટ્રોલ થઇ હતી. આના પર એક યૂઝરે કહ્યુ હતુ કે સારૂ છે આશા છે કે તું પણ જલ્દી વેક્સિન લગાવી લે જેથી લોકો તને માસ્ક ન પહેરવાને લઇને ન બોલે.

કેટલાક યુઝર્સે કંગનાને કોરોના સંક્રમણથી પણ ખતરનાક કહી દીધી અને લખ્યુ કે તારા માટે કોઇ વેક્સિન બની જ નથી, કેમકે તુ તો કોરોનાથી પણ વધારે ખતરનાક છો. આ વિવાદિત ટિપ્પણીઓ વચ્ચે કેટલાક યુઝર્સે કંગનાની માતા-પિતાના સમાચાર પુછ્યા તો કેટલાકે કંગનાની પ્રશંસા કરી.

આ વીડિયો જુઓ: કોરોનાના કહેર વચ્ચે તબીબો હડતાળ પર ઉતર્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન