kangana ranaut wrote emotional note for her fan doctor deepa
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • હિમાચલ લેન્ડ સ્લાઇડ: કંગના રનૌતે ફેન ડૉ. દીપાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ – હે ભગવાન! આ ખુબજ દુ:ખદ

હિમાચલ લેન્ડ સ્લાઇડ: કંગના રનૌતે ફેન ડૉ. દીપાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ – હે ભગવાન! આ ખુબજ દુ:ખદ

 | 4:02 pm IST
  • Share

કિન્નૌર લેન્ડ સ્લાઇડ અકસ્માતમાં ડૉ.દિપાના મોતથી બધાને ખુબજ દુ:ખ થયું છે. રવિવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં દિલદ્રાવક અકસ્માત થયો હતો. આયુર્વેદ ડૉક્ટર દીપા શર્મા સહિત લેન્ડ સ્લાઇડમાં 9 લોકોનાં મોત થયાં. આશ્ચર્યજનક વાત એ છે કે તેના મૃત્યુના અડધા કલાકની તેની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું છે – જીવન પ્રકૃતિ વગર કંઈ નથી. હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે.

દીપાના નિધનથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ખુબ મોટો ધક્કો લાગ્યો છે. અભિનેત્રી શ્રદ્ધાંજલિ આપતા ખુબજ ભાવુક થઇ ગઇ હતી. જયપુરની ડો.દીપા કંગના રનૌતની મોટી ફેન હતી. તે લાંબા સમય પછી હિમાચલ ફરવા ગઈ હતી. પ્રકૃતિની સુંદરતા જોતા જોતા તેની સાથે આવો અકસ્માત થયો કે તે આ દુનિયા છોડીને ચાલી ગઇ.

હવે તેના અવસાન પર કંગના રનૌતે તેને શ્રદ્ધાંજલિ આપી છે અને લોકોને આવા હવામાનમાં પર્વતો પર ન આવવાની સલાહ પણ આપી છે. કંગનાએ ઇન્સ્ટા પર લખ્યું કે, ‘તે એક મોટી પ્રશંસક હતી. તે મને ફૂલો, સુંદર પત્રો, ભેટો અને મીઠાઈઓ મોકલતી રહેતી હતી. તે મને મારા મનાલી ઘરે મળવા આવી હતી. આ ખુબજ દુખદ છે.. હે ભગવાન.

આ સાથે કંગનાએ જયપુરમાં શૂટિંગ કરતી વખતે તેની પોસ્ટમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. કંગનાએ લખ્યું, ‘મને યાદ છે જ્યારે હું જયપુર મણિકર્ણિકા ફિલ્મનું શૂટિંગ કરતી હતી ત્યારે ઘણાં પ્રશંસકો હોટેલમાં મારી રાહ જોતા હતા. આમાની એક દીપા હતી. તેણે મને જોતાં જ રડી પડી હતી તે એટલી ભાવુક હતી કે મે તેને ગળે લગાડી ત્યારે તે શાંત પડી હતી. તે સમયથી અમે સંપર્કમાં હતાં. મારી શ્રદ્ધાંજલિ … તુ હંમેશા મારા દિલમાં રહીશ ‘.

આ સિવાય કંગનાએ એક અન્ય પોસ્ટ શેર કરી, લોકોને આવા વરસાદી મૌસમમાં પહાડોની મુલાકાત લેવાની મનાઇ ફરમાવી. કંગનાએ લખ્યું, ‘જેઓ વરસાદમાં પર્વતો પર ફરવાની યોજનાઓ બનાવે છે, હું તેમને કહી દઉં કે આ સીઝનમાં લેન્ડ સ્લાઇડ્સ ચાલુ રહે છે. મનુષ્યે પ્રકૃતિ સાથે જે રીતે ચેડા કર્યા છે તે વધુ ભયંકર થઇ ગયુ છે. મારી અપીલ છે કે તે આ સિઝનમાં પર્વતોની મુલાકાત લેવા ન આવે. ‘

કંગનાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ ‘થલાઇવી’ ખૂબ જ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. આ સિવાય કંગનાની ઈંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સી અંગેની એક ફિલ્મ પણ બની રહી છે. કંગના ખૂબ જલ્દી ‘તેજસ’ અને ‘ધાકડ’માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન