Kangana Ranaut’s birthday celebration in Manali
  • Home
  • Entertainment
  • Bollywood
  • કનિકા કપૂરનું ભોપાળું હજી શાંત નથી પડ્યું ત્યાં વધુ એક અભિનેત્રીએ કર્યું બુદ્ધીનું પ્રદર્શન, Video

કનિકા કપૂરનું ભોપાળું હજી શાંત નથી પડ્યું ત્યાં વધુ એક અભિનેત્રીએ કર્યું બુદ્ધીનું પ્રદર્શન, Video

 | 11:50 pm IST

કોરોના વાયરસની ભયંકર મહામારી વચ્ચે બોલિવૂડની ગાયિકા કનિકા કપૂરે વાટેલુ ભોપાળુ હજી શાંત નથી પડ્યું ત્યાં બોલિવૂડની વધુ એક સુપરસ્ટાર અભિનેત્રીએ બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે. આ અભિનેત્રી કોરોના વાયરસને લઈને ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને બર્થડે ઉજવવાની લ્હાયમાં ભુલી જ ગઈ હતી અને બુદ્ધીનું પ્રદર્શન કર્યું હતું.

અભિનેત્રી કંગના રનૌત હાલ મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જે કારણે લોકો પોતાના ઘરમાં જ છે. આ દરમિયાન કંગનાએ ગઈકાલે 23 માર્ચના તેનો જન્મદિવસ મનાલીમાં ઘરે પરિવાર સાથે વિતાવ્યો હતો. તેણે ઘરે પૂજા પણ કરી હતી, પાર્ટી કરી હતી અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આમ કંગનાએ ફરી એકવાર કનિકા કપૂર વાળી જ કરી હતી.

આ હરકતના કારણે અભિનેત્રી બરાબરની નિશાને આવી હતી. બર્થ ડે પાર્ટીના ફોટોઝને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની ક્લાસ લઇ લીધી હતી. સમગ્ર વિશ્વમાં લોકોને જ્યારે એકબીજાથી દૂર રહી સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે કંગનાએ ઘણા લોકો સાથે રહીને જન્મદિવસ મનાવ્યો હતો. લોકોને કહ્યું કે, આમાં ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સિંગ? એક યુઝરે લખ્યું કે, કોરોના ના સમયે મહેરબાની કરીને ગેપ મેન્ટેન કરો.

કંગના રનૌતે તેના 33મા જન્મદિવસે તેના ફેન્સ માટે એક વીડિયો પણ શેર કર્યો હતો. જે સામે આવતા જ લોકોએ તેના પર બરાબરના માછલા ધોયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન