કાન્સમાં જે કપડા પહેરીને કંગના નાચી હતી, તેની કિંમત જાણીને આંચકો લાગશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાન્સમાં જે કપડા પહેરીને કંગના નાચી હતી, તેની કિંમત જાણીને આંચકો લાગશે

કાન્સમાં જે કપડા પહેરીને કંગના નાચી હતી, તેની કિંમત જાણીને આંચકો લાગશે

 | 10:27 am IST

કાન્સમાં સોનમ કપૂર, ઐશ્વર્યા રાય ઉપરાંત કંગના રનૌતના લૂકનો વીડિયો પણ ખૂબ ચર્ચામાં રહ્યો. કાન્સમાં એક પાર્ટી દરમિયાન કંગનાનો ડિસ્કો લૂક પણ બહુ જ પોપ્યુલર રહ્યું હતું. તેમા પણ કંગનાએ જોરદાર ડાન્સ કર્યો હતો. કંગનાના ડાન્સ વીડિયો બાદ હવે તેણે પાર્ટીમાં પહેરેલા ડ્રેસની ચર્ચાઓ ચાલી રહી હતી. તેનું કારણ છે તેની કિંમત.

તમને બતાવી દઈએ કે, પાર્ટીમાં પોતાના આ ખાસ લૂક માટે કંગના રનૌતે halpern studioના પાર્ટી કલેક્શનને પસંદ કર્યું હતું. જોકે, કંગનાના બાકી કાન્સ અપિયરન્સ આગળ તો આ ડ્રેસ કંઈ જ નથી. પરંતુ માત્ર પાર્ટી માટે લાખો રૂપિયા ખર્ચવાથી કંગના ચર્ચામાં આવી છે.

કંગનાના આ ડિસ્કો ડ્રેસને પોણા બે લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ ડ્રેસની કિંમત 1,89,160 રૂપિયા બતાવવામાં આવી છે. halpern studioએ આ ડ્રેસને ઈન્સ્ટાગ્રામ પર પણ શોકેસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન