Kangana Ranaut's old video viral, said- i am addicted of..social media
  • Home
  • Featured
  • ડ્રગ્સ મામલે મહારાષ્ટ્ર સરકારને ચેલેન્જ મારતી કંગનાનો વીડિયો વાયરલ થતા હાહાકાર- કહ્યું કે…

ડ્રગ્સ મામલે મહારાષ્ટ્ર સરકારને ચેલેન્જ મારતી કંગનાનો વીડિયો વાયરલ થતા હાહાકાર- કહ્યું કે…

 | 3:04 pm IST

કંગના રનૌત અને શિવસેનાના વિવાદમાં હવે એક નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે તપાસના આદેશ આપ્યા છે. ગેરકાયદેસર બાંધકાના આરોપમાં બીએમસી અધિકારીઓ તરફથી કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડને બે દિવસ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજ્યાના ગૃહ વિભાગ તરફથી એક પત્રમાં અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યુના ડ્રગ લિંકના આધાર પર તપાસ શરૂ કરવા મળેલા આદેશ બાદ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ વચ્ચે કંગના રનૌતનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા તે કહી રહી છે કે તેણે પણ એક વખત ડ્રગ્સની ખરાબ આદત લાગી ગઇ હતી. તે વીડિયોમાં કહે છે કે જેવી હું ઘરેથી ભાગી દોઢ-બે વર્ષમાં એક ફિલ્મ સ્ટાર હતી એક ડ્રગ એડિક્ટ હતી. મારી લાઇફમાં એટલા બધા કાંડ ચાલી રહ્યા હતા કે હું એવા લોકોના હાથમાં લાગી ચુકી હતી જ્યારે મારા જીવનમાં એટલું ખતરનાક થઇ ગયું હતું, જ્યારે આટલું બધુ થઇ રહ્યું હતુ મારી લાઇફમાં ત્યારે હું ટીનેજર હતી. કંગનાએ આ વીડિયો માર્ચમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન