Kangana's Queen Song Poora London Thumakda Bollywood flash Mob in US
  • Home
  • Videos
  • Featured Videos
  • શોપિંગ મોલમાં વાગ્યું આ હિન્દી ગીત વાગ્યું ને વિદેશી યુવતીઓ ઝુમી ઉઠી, જુઓ Video

શોપિંગ મોલમાં વાગ્યું આ હિન્દી ગીત વાગ્યું ને વિદેશી યુવતીઓ ઝુમી ઉઠી, જુઓ Video

 | 7:34 pm IST

બોલીવુડ અને ભારતીય ગીતોનો ડંકો દુનિયાભારમાં વાગે છે. તેનું તાજુ જ ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું હતું. અમેરિકાના કેલિફોર્નિયાના એક શોપિંગ મોલમાં લોકો શાંતિથી શોપિંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ બોલીવુડ અભિનેત્રી કંગના રાનૌતની ફિલ્મ ક્વિનનું સુપરહીટ સોંગ ‘પુરા લંડન ઠુકમ દા’ વાગે છે. જે સાંભળતા જ કેટલીક વિદેશી ગોરીઓ નાચવા લાગે છે. આ સાથે જ મોલનું વાતાવરણ જ બદલાઈ જાય છે. જે લોકો ડાંસ નથી કરતા તેઓ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરે છે.

કેલિફોર્નિયાના સેંટા ક્રુઝમાં હાજર એક રિટેલ સ્ટોરમાં બોલીવુડ ફ્લેશ મૉબ થયો. ‘Around The Wordls In 80 Dances’ ક્લબના લોકો પણ હતાં. આ ક્લબ દુનિયાભરના જાણીતા હીતો પર ડાંસ કરે છે. જેણે આજે બોલીવુડ ગીત પર ડાંસ કરીને લોકોના મન મોહી લીધા હતાં.