kangana ranaut receives an award from rekha at an event
  • Home
  • Featured
  • PHOTOS: એવોર્ડ શોમાં છવાયો કંગના અને રેખાનો જાદૂ, ટ્રેડિશનલ લુકે મચાવી ધમાલ

PHOTOS: એવોર્ડ શોમાં છવાયો કંગના અને રેખાનો જાદૂ, ટ્રેડિશનલ લુકે મચાવી ધમાલ

 | 11:04 am IST

કંગના રનૌત હાલ તેની 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીની તૈયારીઓમાં વ્યસ્ત છે. પણ ફિલ્મના પ્રમોશનના ખુબજ વ્યસ્ત સમયમાં તે એવોર્ડશો માં સમય કાઢી રહી છે. આ શો એટલે પણ ખાસ હતો કેમકે આ શોમાં તેની સાથે બોલીવુડ દીવા રેખા તેની સાથે હતી.

ખુબજ સુંદર લાગતી રેખા તેના ઝાઝરમાન અને લાક્ષણિક અંદાજથી તેના પ્રશંસકોના દિલ પર રાજ કરે છે. ટ્રેડિશનલ કપડા અને ખુબજ સુંદર લાગતી આ બંને એકટ્રેસ ખુબજ આકર્ષક લાગતી હતી.

આ એવોર્ડ શોમાં રેખા અને કંગનાનું સ્પેશિયલ બોન્ડીગ જોવા મળ્યુ હતુ. રિપોર્ટસ અનુસાર આ શોમાં કંગનાએ જે કાંઝીવરમ સાડી પહેરી હતી તે રેખાએ ગિફ્ટ આપી હતી.

એવોર્ડ શોમાં સરોજ ખાન પણ નજરે ચડી હતી. કંગના તેના આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ખુબજ ઉત્સાહીત છે. બંને દીવાઓએ એક સાથે સ્ટેજ પર મરાઠી ગીત પર ઠુમકા લગાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કંગના આ ફિલ્મથી ડિરેક્શનમાં પહેલું કદમ રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન