કાંજુરમાર્ગ સ્ટેશન પર આ માદા શ્વાન રોજ રાતે કોની રાહ જુએ છે? - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • કાંજુરમાર્ગ સ્ટેશન પર આ માદા શ્વાન રોજ રાતે કોની રાહ જુએ છે?

કાંજુરમાર્ગ સ્ટેશન પર આ માદા શ્વાન રોજ રાતે કોની રાહ જુએ છે?

 | 12:07 am IST

મુંબઈ, તા. ૨૩

માનવનો સૌથી સારામાં સારો દોસ્ત પાળેલા જાનવરને માનવામાં આવે છે અને જો વફાદારીની વાત કરવામાં આવે તો સૌથી પહેલો નંબર શ્વાનનો આવે છે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે કાંજુરમાર્ગ સ્ટેશન પર, જ્યાં એક માદા શ્વાનનું રોજ આવવું અને કોઇની રાહ જોવી. માદા શ્વાનની આ હરકત અનેક લોકોમાં ધ્યાનાકર્ષણ બન્યું છે. દરરોજ રાતે અહીં માદા શ્વાન આવે છે અને ટ્રેન રવાના થાય એટલે તેનો પીછો કરે છે અને ફરી પાછી લેડીસ કોચની સામે આવીને બેસી જાય છે. માદા શ્વાનનો આવા પ્રકારનો વિડિયો વાઇરલ થયો છે અને તે એટલી બધી પ્રચલિત થવા લાગી છે કે વાત રેલવેપ્રધાન સુધી પહોંચી છે.

આ માદા શ્વાનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં રાતે ૧૧ વાગ્યા પછી કાંજુરમાર્ગ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર કલ્યાણ તરફ જનારી ટ્રેનની રાહ જોતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હલચલ મચ્યા બાદ ટ્વિટર યુઝર્સે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ટેગ કર્યું છે અને માદા શ્વાનને લઇને સૂચનો પણ મગાવ્યાં છે. લોકો જાણવા માગે છે કે આ માદા શ્વાન ખોવાઇ ગઇ છે કે તેને ત્યજી દેવામાં આવી છે કે પછી તે પશુપ્રેમીની શોધમાં છે. કોઇને એમ લાગે છે કે એ કોઇ મહિલાની શોધમાં છે, જેણે ક્યારેક તેની કાળજી રાખી હતી.

માદા શ્વાનનું રાતે કાંજુરમાર્ગ સ્ટેશન પર આવવું અને ટ્રેનની નજીક કોઇની રાહ જોવી એ વિડિયો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. અમુક યાત્રીઓએ તેનું રોજ અહીં આવવાનું નોટિસ કર્યું છે અને એવું કહેવાય છે કે તેના ચાર ગલુડિયાં પણ છે.

એક ફર્મમાં કામ કરતા ડોંબિવલીનિવાસી સમીર થોરાતે મંગળવારે ફેસબુક પર માદા શ્વાનનો વિડિયો શેર કર્યો છે, જ્યાં તેને ૨૨,૦૦૦થી વધુ વાર શેર કરવામાં આવ્યું છે અને ૨૦૦૦થી વધુ લોકો તેની પર પ્રતિક્રિયા આપી છે. આ માદા શ્વાન પ્લેટફોર્મ નંબર ૧ પર કોઇની રાહ જોતી બેઠી હોય છે. ટ્રેને આવે ત્યારે કોચમાં અંદર નજર કરે છે અને જ્યારે કોઇ ઊતરતું ન દેખાય તો ટ્રેન જેવી સ્ટાર્ટ થાય કે તેનો પીછો કરે છે.

નિયમિત જોવા મળતી આ માદા શ્વાન સાથે અનેક પ્રવાસીઓએ તો દોસ્તી પણ કરી છે. એક પશુપ્રેમીએ કહ્યું હતું કે એ માદા શ્વાન તેને તેનાં ગલુડિયાં પાસે પણ લઇ ગઇ હતી. પશુપ્રેમીએ કહ્યું હતું કે જલદીથી આ માદા શ્વાનના પાલનપોષણ માટે કોઇ રાજી થઇ જાય.

;