kanpur girl viral video alleges police inspector to force her dance
  • Home
  • Featured
  • VIDEO: 16 વર્ષની સગીરાનો પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપ, મને રાત્રે 12 વાગ્યે સ્ટેશન બોલાવે અને…

VIDEO: 16 વર્ષની સગીરાનો પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપ, મને રાત્રે 12 વાગ્યે સ્ટેશન બોલાવે અને…

 | 7:48 pm IST

કાનપુર પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એક પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો નાંખવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એક છોકરીના આરોપોના સામનો કરી રહ્યા છે. ગોવિંદ નગર ઇન્સ્પેક્ટર પર 16 વર્ષની એક સગીરાએ ગંભીર આક્ષેપો કર્યા છે. સગીરાનું કહેવું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર છોકરીને રાત્રે 12 વાગ્યા સુધી નચાવે છે.

સગીરાનો આરોપ છે કે ઈન્સ્પેક્ટર સાહેબે તેને રાત્રે પોલીસ સ્ટેશન બોલાવે છે અને કહે છે કે “મારી સામે નાચ, પછી અમે કાર્યવાહી કરીશું”. સગીરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિતા હવે હાથ જોડીને ન્યાયની વિનંતી કરી રહી છે. ત્યારે ફરી એકવાર દેશની રક્ષા કરતી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન