KANPUR - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS

KANPUR

 | 3:11 am IST

પવિત્ર ગંગા નદીને કિનારે આવેલું ઔધોગિક શહેર એટલે કાનપુર KANPUR.

K – ચંદ્ર – ૨, A – સૂર્ય – ૧, N – બુધ – ૫, P – શનિ – ૮, U – શુક્ર – ૬ , R – ચંદ્ર – ૨

ચંદ્ર + શુક્ર = ૨૬ – વર્સ્ટ નંબર

મિત્રો ન્યુમ્રોલોજીના વર્ગીકરણમાં અંતિમ નંબર ખૂબ જ મહત્ત્વનો હોય છે. એ જ નંબર તમારું ભવિષ્ય નક્કી કરશે. ૨૬ નંબર એટલે વર્સ્ટ નંબર KANPUR એટલે સૂર્ય, ચંદ્ર, બુધ, શનિ, શુક્ર- ચંદ્ર+ શુક્રનું સંયોજનના આલ્ફાબેટથી બનેલ શહેર. અહીંયા મિત્રો ગુરુ, રાહુ, કેતુ, મંગળ એમ ૪ નંબર (૩, ૪, ૭, ૯) નંબર નથી અને અંતિમ નંબર જો સિંગલ નંબર સુધી લઈ જાય છે. એ તો ૨+૬=૮ નંબર શનિનો નંબર છે. મિત્રો આ નંબર અવરોધ, મુશ્કેલી, બાધા, વિઘ્ન તથા કાર્યમાં મોડંુ કરાવે, જલદી કોઈપણ કાર્ય સિદ્ધિ ન થાય તેવો છે તેવી અહીંની પ્રજા કે જેનો ૨૬,૧૭, ૮ એ જન્મ હોય અથવા તો નામ નંબર ૨૬,૧૭, ૮ હોય તેમને જીવનના ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા પડે છે તથા મુશ્કેલીઓ વધી જાય છે. આ નંબરમાં સૂર્યની ઓજસતા, શક્તિ, ચંદ્રથી પ્રેમ લાગણી, શુક્રની મોહકતા, ભૌતિક્તા, બુધનું વ્યાપારીપણું, કાર્યદક્ષતા, બુદ્ધિમત્તા હોવા છતાં અંતિમ ૨૬ નંબર પ્રજાને આળસું અને ઘણીવાર કાર્યદક્ષતા પુરવાર કરવામાં ઉણાં ઉતરે તેવા બનાવે છે.

આ ૨૬ નંબરને આપણે જો બદલાવ લાવીએ ૨૭ નંબર કરીશું એટલે કે તેમાં ૧ NO A ઉમેરીશું તો KANPUR-૨૭- ચંદ્ર+કેતુ- મંગળ તો આખું જ રિઝલ્ટ જે ૨૬ નંબરનું હતું તે બદલાઈ જશે અને ચંદ્ર+કેતુનું સંયોજન મંગળની ઝડપ, શૌર્યતા તથા ૧ નંબર સૂર્યનો ૨ વાર આવશે ચંદ્રનો ૨ નંબર બેવાર આવશે તથા કેતુની પણ શક્તિ આ બદલાવથી મળશે. એટલે જરૃરથી આ સકારાત્મક બદલાવ અહીંના લોકોએ પોતાના અગત્યના કાગળોમાં ’KAANPUR’ એમ લખીને કરવાથી ખૂબ સારો લાભ પ્રાપ્ત કરી શકશે. ચંદ્ર + કેતુના સંયોજનનો આ નંબર આંતરિક શક્તિ, વિશ્વાસ, લાગણી, પ્રેમ, શક્તિ, સાહસ, શૌર્ય, પરાક્રમ, વૈચારિકતામાં સકારાત્મક બદલાવ અને પ્રોત્સાહનમાં વધારો અને તેમની મુશ્કેલી, બાધામાં, વિઘ્નોમાં નવીનતા ભર્યો અહેસાસ મહેસૂસ થશે.

કાનપુર શહેરમાં જોવાલાયક સ્થળોમાં અલંકારોથી શણગારાયેલ રાધા-કૃષ્ણ કે જે ઝૂલા ઉપર છે તે અને શ્રાવણ માસમાં ત્યાંના હિંડોળા, દ્વારાકાધીશ મંદિર, ગંગામેળો, કાચનું જૈન મંદિર કે જેમાં ભગવાન મહાવીર અને ૨૩ જૈન તિથંર્કર આ પવિત્ર સ્થાને સ્થિત છે.

ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું આ શહેર વ્યાપાર, વાણિજ્ય કે જે સૂર્ય+બુધનો સંબંધ, સુંદર બાગ બગીચા અને સ્વિમિંગપુલ ચંદ્ર, શુક્રનો સંબંધ, શૈક્ષણિક્તા પણ સૂર્ય + બુધ, ચામડાની વસ્તુની એશિયામાં પ્રસિદ્ધ શનિથી અને ચંદ્ર + શુક્રથી પ્રવાસન આકર્ષણ, સૂર્યને લીધે બ્રિટિશ સમયનું લશ્કરી મથક એ આ શહેરની વિશેષતા દક્ષિણમાં યમુના નદી છે.

– ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી