Kanranatak Crisis: Rebel MLAs will give resignation to Karnataka Speaker
  • Home
  • Featured
  • કર્ણાટક સંકટઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યો નવેસરથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે

કર્ણાટક સંકટઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યો નવેસરથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે

 | 6:50 pm IST

કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ ગુરુવારે કહ્યું કે, તે હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિધાનસભા અધ્યક્ષને નવેસરથી પોતાનું રાજીનામું સોંપશે. ધારાસભ્યોએ એ વાત પર જોર આપ્યું કે, તે હવે કોંગ્રેસમાં છે અને ફક્ત વિધાનસભાની સદસ્યતાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. ધારાસભ્યોએ આ સમગ્ર ઘટનામાં બીજેપીની ભૂમિકાનો ઈન્કાર કરી દીધો છે.

ધારાસભ્યોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર અમે બેંગ્લુરુ પહોંચી ગયા છે, અને માનનીય અધ્યક્ષને મળીશું. તો કોંગ્રેસના એમએલએ બસવરાજે મુંબઈમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે નવેસરથી રાજીનામું આપવા માટે કહ્યું છે, તેથી અમે ત્યાં જઈ રહ્યા છીએ. અમારા નિર્ણયમાં કોઈ બદલાવ નહીં થાય. તેઓએ આ સંકટ પાછળ ભાજપનો હાથ હોવાના દાવાને ફગાવી દીધો હતો.

બસવરાજે કહ્યું કે, આરોપ લગાવવામાં આવ્યા કે, મહારાષ્ટ્ર બીજેપી સરકાર અમારી સાતે છે. અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, ન તો બીજેપી અને ન તો બીજી કોઈ સરકાર અમારી સાથે છે. પણ અમે સરકાર પાસેથી સુરક્ષા માગી છે. જે તેઓએ અમને આપી છે. આમાં બીજેપીની કોઈ ભૂમિકા નથી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કર્ણાટક વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે, તે આજે ધારાસભ્યોના રાજીનામાં પર નિર્ણય કરે અને શુક્રવારે પોતાના નિર્ણય અંગે કોર્ટને અવગત કરાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન