NIFTY 9,429.45 -96.30  |  SENSEX 30,434.79 +-223.98  |  USD 64.8400 +0.69
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કપિલ દેવે કેપ્ટનસી બાબતે ધોની અને કોહલીને લઈને કર્યો મોટો ખુલાસો

કપિલ દેવે કેપ્ટનસી બાબતે ધોની અને કોહલીને લઈને કર્યો મોટો ખુલાસો

 | 7:32 pm IST

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી વચ્ચે હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે. તેવામાં ભારતીય ટીમને 1983માં વિશ્વકપ અપાવનાર ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલે દેવે ચેમ્પિયન ટ્રોફી પહેલા ધોની અને કોહલીને લઈને એક નિવેદન આપ્યું છે.

કોહલીને કેપ્ટનસીમાં ધોનીની જરૂરત પડશે

કપિલ દેવે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, “મને લાગે છે કે, કોહલીને આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં પૂર્વ કેપ્ટન ધોનીના અનુભવની ખુબ જ જરૂરત પડશે. પરંતુ આના પર કેપ્ટન વિરાટ કોહલી પર નિર્ભર કરે છે કે, તેઓ પૂર્વ કેપ્ટન ધોનીના અનુભવનો ઉપયોદ કરવા માંગે છે કે નહી. જોકે, મને નથી લાગતું કે, ધોની તેમના પાસે જઈને સલાહ આપશે. જેથી કોહલી અને ધોનીએ એકબીજા સાથે સારી રીતે તાલમેલ બેસાડવું પડશે અને ભારત માટે ચેમ્પિયન ટ્રોફીમાં મહત્વનો ભાગ ભજવવો પડશે.”

ધોનીને ગણાવ્યો ઓલરાઉન્ડર

કપિલ દેવે આગળ કહ્યું કે, “ધોની પાસે જેટલી ક્ષમતા છે તેટલી એક ઓલરાઉન્ડર પાસે હોય છે, તે માટે મારી નજરમાં તેઓ એક ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડરની ક્ષમતા બેટિંગ અને બોલિંગ સાથે સાથે વિકેટકિપિંગમાં પણ હોય છે. તેઓ 5 નંબરની મહત્વપૂર્ણ પોઝીશનમાં સૌથી ખાસ ખેલાડી છે અને કેપ્ટન ઈચ્છે તો તેઓ 6 નંબર ઉપર પણ રમી શકે છે.”

અશ્વિન-જાડેજાનો રોલ હશે મહત્વનો

અશ્વિન અને જાડેજા વર્તમાન સમયમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આ બંનેએ ભારત માટે ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. તે માટે મને તેમની ક્ષમતાઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે, તેઓ ચેમ્પિયન ટ્રોફીમાં પણ ભારત માટે સારૂ કરશે.

ભારત-પાકિસ્તાનની મેચને લઈને ઉત્સાહ

કપિલે આગળ કહ્યું કે, “હું 4 જૂનમાં બર્મિંગહામમાં થનાર ભારત-પાકિસ્તાનની મેચની હું ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે, દરેક વખતની જેમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાનને હરાવી દેશે.”

1