Kapil Dev raised questions on Hardik Pandya's ability Team India
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાને લઇ કપિલ દેવના નિવેદનથી ખળભળાટ

હાર્દિક પંડ્યાને લઇ કપિલ દેવના નિવેદનથી ખળભળાટ

 | 4:24 pm IST
  • Share

  • ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું મોટું નિવેદન
  • હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર નથી માનતા કપિલ દેવ
  • હાર્દિકની ફિટનેસને લઇ ખુબ જ આલોચના

ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે હાર્દિક પંડ્યાને લઇ એક મોટું નિવેદન આપ્યું છે. કપિલ દેવને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કહી શકાય, જ્યારે તે બોલિંગ કરતો જ નથી. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ ટી-20 વર્લ્ડકપમાં માત્ર બે ઓવરોમાં બોલિંગ કરી હતી, પરંતુ આ દરમિયાન ભારત ટૂર્નામેન્ટના ગ્રુપ ચરણથી જ બહાર થઇ ગયુ હતું. પોતાની ફિટનેસને લઇ ઘણી વાતોનો ખુલાસો નહીં કરવાને લઇ હાર્દિક પંડ્યાની ખુબ જ આલોચના થઇ રહી છે.

કપિલે ઉઠાવ્યા પંડ્યા પર સવાલ

હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતે તે સિરીઝ 3-0થી જીતી હતી. કપિલે રૉયલ કલકત્તા ગોલ્ફ કોર્સમાં કહ્યું,‘તેને ઓલરાઉન્ડર કહેવા માટે બંને કામ કરવાના રહેશે. તે હાલમાં બોલિંગ નથી કરી રહ્યો, તો શું તેને ઓલરાઉન્ડર કહીશું. તે ઇજાથી ઉભરી ગયો છે તો પહેલા તેણે બોલિંગ કરવા દો.’

પંડ્યાને લઇ આપ્યું મોટું નિવેદન

ભારતના પ્રથમ વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કહ્યું,‘તે ભારત માટે ખુબ જ મહત્ત્વનો બેટ્સમેન છે. બોલિંગ માટે હાર્દિક પંડ્યાએ ઘણી મેચો રમવાની રહેશે અને સારૂ પ્રદર્શન કરવાનું રહેશે. તેના પછી જ આપણે કહી શકીશું.’ કપિલે એવું પણ કહ્યું કે, કોચ સ્વરૂપે રાહુલ દ્રવિડ એક ક્રિકેટર કરતા પણ વધુ સફળ થશે.

કપિલે આ ખેલાડીને ગણાવ્યો પસંદગીનો ઓલરાઉન્ડર

કપિલે કહ્યું,‘રાહુલ દ્રવિડ સારો વ્યક્તિ છે અને સારો ક્રિકેટર પણ છે. તે એક ક્રિકેટર તરીકે જેટલો સફળ થયો છે, કોચ તરીકે તેનાથી પણ વધુ સફળ થશે.’ પોતાની પસંદગીના ઓલરાઉન્ડર વિશે પૂછતા કપિલ દેવે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું નામ લીધું.

કપિલે કહ્યું,‘આજકાલ હું ક્રિકેટની માત્ર મણા માણવા માગુ છુો. મારૂ કામ તે છે. હું તમારી નજરથી નથી જોતો.’ કપિલે પોતાની પસંદગીના ઓલરાઉન્ડરો વિશે કહ્યું,‘હું અશ્વિનનું નામ લઇશ, તે જબરદસ્ત છે. જાડેજા પણ શાનદાર ક્રિકેટર છે, પરંતુ તેની બેટિંગમાં સારો એવો ફરક પડ્યો છે. તો બોલિંગ ખરાબ થઇ ગઇ છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો