ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કપિલ દેવે વિરાટને આપી આવી સલાહ... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કપિલ દેવે વિરાટને આપી આવી સલાહ…

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કપિલ દેવે વિરાટને આપી આવી સલાહ…

 | 10:02 pm IST

ભારતીય સુકાની વિરાટ કોહલી હાલમાં શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ સિરીઝમાં રમવા ગયો નથી. એપ્રિલમાં શરૂ થનારી આઈપીએલ પહેલાં વિરાટે આરામ લીધો છે. આઈપીએલ પછી જૂનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે.

વિરાટ કોહલીનો બેટિંગ રેકોર્ડ ઈંગ્લેન્ડમાં એટલો સારો રહ્યો નથી જેટલો અન્ય દેશોમાં છે. આ વખતે તેણે અહીંયા પણ પોતાનું પ્રદર્શન સુધારવું જ પડશે. આ મુદ્દે ભારતના પૂર્વ સુકાની કપિલ દેવે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

કપિલ દેવે જણાવ્યું કે, ઈંગ્લેન્ડના પ્રવાસે જતાં પહેલાં ભારતીય સુકાની વિરાટ કોહલીએ ત્યાં રમાતી કાઉન્ટી મેચમાં રમવું જોઈએ. કપિલે જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં ઘણી બધી કાઉન્ટી મેચ રમાય છે. તેમાં ભાગ લેવાથી કોહલીની બેટિંગમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ રમવાની છે. કોહલીએ આ પ્રવાસ પહેલાં ત્યાં જઈને ત્યાંના વાતાવરણ સાથે અનુકુળ થવું જોઈએ. કોહલી ઈંગ્લેન્ડમાં ફ્લોપ સાબિત થતો આવ્યો છે આ સંજોગોમાં તેને કાઉન્ટિ દ્વારા ઘણી મદદ મળી શકે તેમ છે.