Kapil Dev Talking About Yuvraj Singh's Retirement
  • Home
  • Sports
  • Cricket
  • ભારતને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને કહ્યું, “યુવરાજને મેદાન પર વિદાય મળવી જોઇતી હતી”

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને કહ્યું, “યુવરાજને મેદાન પર વિદાય મળવી જોઇતી હતી”

 | 5:06 pm IST

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે તેઓ દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને ભારતની પોતાની ઑલટાઇમ ઇલેવનમાં જગ્યા આપશે અને તેને મેદાન પર વિદાય મળવી જોઇતી હતી. વન ડે ક્રિકેટમાં ભારતનાં સૌથી શાનદાર ઑલરાઉન્ડર્સમાંથી એક યુવરાજે સોમવારનાં રોજ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી ત્યારબાદ દુનિયાભરનાં ખેલાડીઓએ તેને શુભકામના આપી હતી.

યુવરાજ જેવા ખેલાડીને મેદાન પર વિદાય મળવી જોઇએ

કપિલ દેવે કહ્યું કે, “હું કહેવા ઇચ્છુ છું કે યુવરાજ ઘણો શાનદાર ખેલાડી છે. જો હું ભારતની મારી ઑલટાઇમ ઇલેવન વન ડે ટીમ બનાવીશ તો યુવરાજને તેમાં જરૂર સામેલ કરીશ કેમકે તે એક શાનદાર ખેલાડી રહ્યો છે.” તેમણે કહ્યું કે, “યુવરાજ જેવા ખેલાડીને મેદાન પર વિદાય મળવી જોઇએ. હું એ જોવા ઇચ્છીશ કેમકે તેણે શાનદાર રમત રમી છે. આપણે દેશમાં યુવરાજ જેવા લીડર જોઇએ, કારણ કે આવનારી પેઢી તેને આદર્શ માને છે અને તેણે પોતાના કેરિયરમાં જે સફળતાઓ મેળવી છે તેના માટે હું તેને અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું.”

છેલ્લે 2017માં રમતો જોવા મળ્યો હતો યુવરાજ

યુવરાજ સિંહે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 2012માં રમી હતી. સીમિત ઑવરની ક્રિકેટમાં તે અંતિમવાર 2017માં રમ્યો હતો. યુવરાજે 2000માં પહેલી વન ડે, 2003માં પહેલી ટેસ્ટ અને 2007માં પહેલી ટી-20 રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન