દારૂના નશામાં બેકાબૂ બનેલ કપિલ શર્માએ સુનિલ ગ્રોવરની કરી ધોલાઈ

1336

કોમેડિયન કપિલ શર્મા હાલમાં ખુબ જ ચર્ચામાં છે. પાછલા કેટલાક સમયથી કપિલ શર્માની બાકી ટીમ મેમ્બર્સ સાથે ફાઈટના સમાચાર મીડિયામાં આવી રહ્યાં છે. એવી ચર્ચા છે કે, દારૂના નશામાં તે ઝડપી પોતાના પરથી કાબૂ ગુમાવી બેસે છે. પરંતુ સૌથી ચોકાવનારી વાત સામે આવી રહી છે કે, જ્યારે તે ગુરૂવારે રાત્રે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે ફ્લાઈટમાં કપિલે સુનિલ ગ્રોવરની ધોલાઈ કરી નાંખી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કોઈપણ વાત વગર કપિલ શર્માએ સુનિલ ગ્રોવરને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધા હતા. આ દરમિયાન સુનિલ તે વિચારીને ચૂપ રહ્યો કે, પોતાન ભડાસ નિકળ્યા બાદ તે શાંત થઈ જશે પરંતુ તે વધારે ગુસ્સે થઈ ગયો હતો. કપિલ ખુબ જ ઉંચા અવાજે ગ્રોવરને અપશબ્દ બોલવા લાગ્યો હતો જે ફ્લાઈટના કેબિનમાં બેઠેલા બધા જ લોકો સાંભળી રહ્યાં હતા. તે પછી કપિલ સુનિલ સાથે મારપીટ કરવા લાગ્યો હતો. જ્યારે આ મામલો વધારે વધી ગયો ત્યારે ફ્લાઈટ એટેન્ડેન્ટ્સ દોડી ગયા હતા. પરંતુ ક્રૂ મેમ્બર્સ સાથે જઈને ઉભેલા સુનિલ ગ્રોવરે તેના દારૂડિયા વર્તનને નજર અંદાજ કરવાનું કહ્યું હતું.

જણાવી દઈએ કે, કપિલ શર્માએ તેના શોમાં જણાવ્યું હતું કે, મારા અને સુનિલ વચ્ચે ઝગડા થતા રહે છે પરંતુ અમે ખુબ જ મેચ્યોર છીએ. અમારી વચ્ચે બધુ બરાબર છે. અમારા વચ્ચે ઘણી જ મસ્તી થતી રહેતી હોય છે. બધુ જ બરાબર થઈ જશે. જ્યારે સુનિલ સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમને કહ્યું કે, આ પર્સનલ મેટર છે, હું આ વિશે કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. શો છોડવાની વાત સાચી નથી.