Kapil Sharma became a troll after Bharti Singh's arrest in ncb case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ મામલામાં ભારતીસિંહની ધરપકડ પછી કપિલ શર્મા થયો ટ્રોલ, યુઝર્સે કહ્યું હવે તારો નંબર છે?

ડ્રગ્સ મામલામાં ભારતીસિંહની ધરપકડ પછી કપિલ શર્મા થયો ટ્રોલ, યુઝર્સે કહ્યું હવે તારો નંબર છે?

 | 1:18 pm IST

બોલિવૂડ (Bollywood) ડ્રગ્સ કેસમાં મચેલા કોહરામ પછી હવે ડ્રગ્સ કેસને લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ જાણીતી કોમેડિયન ભારતીસિંહ(Bhartisingh)ની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેમના પતી હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya)ની પણ પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા(Social media)માં ભારતીસિંહ (Bharti Singh)ના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી તરફ કોમેડિયન કપિલ શર્મા(Kapil Sharma)નું નામ ઈન્ટરનેટ(Internet) ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમના નામના હેશટેગની સાથે લોકો તેમના શોને ટ્રોલ કરતા દેખાઈ રહ્યા છે.  

મળતી માહિતી મુજબ ભારતીસિંહ(Bhartisingh)ના પ્રોડક્શન હાઉસ અને તેમની ઓફિસ બંને જગ્યાઓ ઉપર NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 86.5 ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતી અને હર્ષ બંનેએ ગાંજો લેવાની વાત સ્વિકારી હતી. આ સમાચાર પછી ટ્વિટર ઉપર ભારતીસિંહ(Bharti Singh)નું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ જ કારણ છે કે હવે કપિલ શર્મા(Kapil Sharma)નું નામ પણ ઈન્ટરનેટ ઉપર ટ્રોલ થઈ રહ્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટ દ્વારા પૂછ્યું હતું કે, ભારતી સિંહ પછી હવે શું કપીલ શર્માનો નંબર છે ?

આ સિવાય બીજા એક યુઝરે એમ પણ પૂછ્યું હતું કે હવે કપિલ શર્મા પોતાના શો ઉપર ભારતીસિંહનું નામ લેશે. તેમની મજાક ઉડાવવામાં આવશે ? આ પ્રકારે વિવિધ કોમેન્ટ પણ સોશિયલ મીડિયામાં યૂઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટમાં કોરોનાનો કહેર વધતા ઠેર ઠેર ટેસ્ટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન