કપિલ શર્માની ફિલ્મ 'ફિરંગી'નું મોશન પોસ્ટર રિલીઝ, જોઈ લો તમે પણ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’નું મોશન પોસ્ટર રિલીઝ, જોઈ લો તમે પણ

કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’નું મોશન પોસ્ટર રિલીઝ, જોઈ લો તમે પણ

 | 2:03 pm IST

જાણીતા કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. કપિલ શર્માએ તેના ટ્વિટર અકાઉન્ટ પર આ પોસ્ટર શેર કર્યુ હતુ.

કપિલ શર્માએ વર્ષ 2015માં ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. ત્યારપછી હવે તે ફિરંગી લઈને આવી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી તેની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ પર ધ્યાન આપવા માટે તેણે તેનો શો પણ હાલ બંધ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કપિલ શર્માના ચાહકો તેની આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કપિલ શર્મા એક સૈનિકની ભૂમિકામાં જોવા મળે છે અને એક બ્રિટિશને કિક મારી રહ્યા છે. આ ફિલ્મ આગામી 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ફિલ્મના ડીરેક્ટર રાજીવન ઢીંગરા છે અને આ ફિલ્મમાં કપિલ શર્મા સાથે ઈશીતા દત્તા અને મોનિકા ગિલ જોવા મળશે.