કપિલ શર્માની થશે ગ્રાન્ડ એન્ટ્રી? સલમાન ખાનની ફિલ્મમાં આવશે નજર - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપિલ શર્માની થશે ગ્રાન્ડ એન્ટ્રી? સલમાન ખાનની ફિલ્મમાં આવશે નજર

કપિલ શર્માની થશે ગ્રાન્ડ એન્ટ્રી? સલમાન ખાનની ફિલ્મમાં આવશે નજર

 | 11:45 am IST

આ દિવસોમાં સલમાન ખાન પોતાની નવી ફિલ્મ ‘રેસ-3’ના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન સલમાન ખાને પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને ચર્ચા કરી હતી. સલમાન ‘ભારત’, ‘દબંગ-3’, ‘કિક-2’ અને રેમોની ડાન્સિંગ ફિલ્મ સિવાય ‘શેર ખાન’માં જોવા મળશે.

સલમાનની ફિલ્મ શેરખાનને તેમના ભાઈ સોહેલ ખાન બનાવી રહ્યા છે. આ ફિલ્મ પર ચર્ચા ઘણા લાંબા સમયથી થઇ રહી છે. પરંતુ વચ્ચે આ પ્રોજેક્ટ બંધ થઇ ગયો હતો. સલમાન ખાનના બતાવ્યા પછી આ પ્રોજેક્ટને બંધ નથી માનવામાં આવી શકતું.

તમને જણાવી દઈએ કે આજ તે ફિલ્મ છે જેના માટે સોહેલ ખાને ઘણા વર્ષો પહેલા કપિલ શર્માને વચન આપ્યું હતું. હકીકતમાં તે સમએ કપિલ ‘કોમેડી સર્કસ’માં જોવા મળતો હતો.

આ શોમાં સોહેલ જજના રીતે જોવા મળતી હતી. આ દરમિયાન સોહેલે કપિલને વચન આપ્યું હતું કે તેઓ તેમને પોતાની આવતી ફિલ્મ શેર ખાનમાં લેવાશે.

કપિલ શર્મા આ દિવસોમાં લરજાઓ માણી રહ્યા છે. સલમાન સાથે ફિલ્મમાં આવવું કપિલ માટે સપનાને સાચા હેવા જેવું હશે. હાલમાં કોમેડી કિંગનું કરિયર જેવી રીતે ગોતા ખાય છે, જેને સલમાન ખાન કિનારો આપી શકે છે.

સલમાન ખાનની રેસ-3 પણ એક ઉદાહરણ છે. આ ફિલ્મથી સલમાન બોબી દેઓલ અને ડેઝી શાહના કરિયરને રેસ આપવાની કોશિશ કરી રહ્યા છે.