Kapil Sharma Married Ginni Chatrath In Sikh Ritual
  • Home
  • Featured
  • Photos: કપિલ શર્માએ બીજા દિવસે શિખ રીતિ-રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, જુઓ ફોટો

Photos: કપિલ શર્માએ બીજા દિવસે શિખ રીતિ-રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, જુઓ ફોટો

 | 10:51 am IST

કૉમેડિયન-એક્ટર કપિલ શર્માએ બુધવારનાં રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં ફૉટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે કપિલની ગુરૂદ્વારાની તસવીરો પણ સામે આવી છે. ગુરૂવારે સવારે કપિલે સિખ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ ફૉટોમાં તેનો લૂક ઘણો જ શાનદાર લાગી રહ્યો છે. કપિલ શર્મા વ્હાઇટ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. સાથે તેણે ગુલાબી કલરની પાઘડી બાંધી હતી.

ગિન્નીનાં લૂકની વાત કરીએ તો તેણે ગુલાબી કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે લગ્ન દરમિયાન તેણે ઘુંઘટ પણ કર્યો હતો. પોતાના આ લૂકને કમ્પલીટ કરવા માટે તેણે હેવી જ્વેલરી કૈરી કરી હતી. આ સાથે તેણે ચૂડા પણ પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે કૉમેડી કિંગ કપિલ શર્માએ 12 ડિસેમ્બરનાં રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પંજાબી રીતિ-રિવાજ પ્રમાણેનાં લગ્ન ગિન્નીનાં હૉમટાઉન જાલંધરમાં થયા હતા. લગ્નમાં પંજાબી સિંગર ગુરદાસ માને પણ શાનદાર પરફૉર્મન્સ આપ્યું હતુ.

કપિલ શર્મા લગ્ન પછી 14 ડિસેમ્બરનાં રોજ પોતાના હૉમટાઉન અમૃતસરમાં રિસેપ્શન આપશે. મુંબઈમાં પણ એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.