ફાઇવ સ્ટાર હોટલ જેવી છે કપિલ શર્માની નવી વૈનિટી વાન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફાઇવ સ્ટાર હોટલ જેવી છે કપિલ શર્માની નવી વૈનિટી વાન

ફાઇવ સ્ટાર હોટલ જેવી છે કપિલ શર્માની નવી વૈનિટી વાન

 | 3:41 pm IST

કૉમેડી કિંગ કપિલ શર્માનો ‘ધ કપિલ શર્મા શૉ’ કપિલની ખરાબ તબિયત અને ‘ફિરંગી’ ફિલ્મને કારણે મેકર્સે બંધ કરવો પડ્યો હતો. જો કે કપિલ શર્મા એકવાર ફરી નાના પડદે નવા શૉ સાથે પુનરાગમન કરશે. કપિલ શર્મા કૉમેડી શૉ ‘ફેમિલી ટાઇમ વિથ કપિલ’ દ્વારા એકવાર ફરી દર્શકોને પેટ પકડીને હસાવતા જોવા મળશે. કપિલ શર્માનાં નાના પડદે પુનરાગમન સાથે નવી વૈનિટી વાન પણ લીધી છે.

કપિલની આ નવી વૈનિટી વાનને જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબડિયાએ તૈયાર કરી છે. પોતાની નવી વૈનિટી વાનની તસવીર કપિલે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. કપિલે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘શુક્રિયા મિસ્ટર DC આ શાનદાર વૈનિટી કાર માટે. નવો શૉ, નવી કાર.’

કપિલ શર્માની નવી વૈનિટી કાર કોઇ ફાઇવ સ્ટાર હોટલ જેટલી જ શાનદાર છે.

કપિલ શર્માનાં આ નવો શૉનું પ્રસારણ સોની ટીવી માર્ચથી કરશે.