- Home
- Entertainment
- Bollywood
- એરપોર્ટથી વ્હીલચેરમાં બહાર નીકળ્યો કપિલ શર્મા, મીડિયાને જોતા જ બોલ્યો ‘અપશબ્દો’

એરપોર્ટથી વ્હીલચેરમાં બહાર નીકળ્યો કપિલ શર્મા, મીડિયાને જોતા જ બોલ્યો ‘અપશબ્દો’

કોમેડિયન કપિલ શર્મા સોમવારે એરપોર્ટ પર વ્હીલચેર પર બેસીને બહાર નીકળતો નજર આવ્યો. તેની આ તસવીર સામે આવતા જ તેના ફેન્સમાં હલચલ મચી ગઇ છે. ફેન્સ કપિલના સ્વાસ્થ્યને લઇ ચિંતિત બન્યા છે. ગણા લોકો સોશિયલ મીડિયામાં કપિલ વિશે ચર્ચા કરી રહ્યા છે અને સતત તેના સ્વાસ્થ્ય વિશે પૂંછપરછ કરી રહ્યા છે. માત્ર પ્રશંસકો જ નહી ગણા લોકો કપિલને વ્હીલચેર પર જોઇ અવાક રહી ગયા છે. હાલમાં એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા ફોટોગ્રાફર્સ જ્યારે કપિલની તસવીરો લેતા સમયે તેના સ્વાસ્થ્ય વિશે પૂંછે છે તો કપિલ તેમના પર ભડકી જાય છે.
View this post on Instagram
ફોટોગ્રાફર કપિલની તસવીરો લેતા સમયે તેના સ્વાસ્થ્ય વિશે પૂંછે છે. સૌથી પહેલા ફોટોગ્રાફર્સ કપિલની તસવીરો લેતા સમયે તેના ખબરઅંતર પૂંછે છે. ફોટોગ્રાફર કહે છે- કપિલ સર કેમ છો… સર વીડિયો લઇ રહ્યા છીએ… તેના પછી કપિલ કહે છે-ઓએ તમે બધા પાછળ હટો. બાદમાં કપિલ ગુસ્સામાં તમામ ફોટોગ્રાફર્સને કહે છે-ઉલ્લુ કે પટ્ઠે. આ દરમિયાન ફોટોગ્રાફર્સ પણ કહે છે સર રેકોર્ડ થઇ રહ્યું છે.
કપિલનું આ વર્તન કદાચ પ્રથમવાર જોવા મળ્યું છે. કપિલનો વ્યવહાર આમ તો ખુબ જ રમૂજભર્યો છે પરંતુ આજે તે તદ્દન નવા અવતારમાં જોવા મળ્યો હતો. જોકે અત્યાર સુધી કપિલ એરપોર્ટથી વ્હીલચેરમાં બેસીને બહાર આવ્યો તેનું કારણ જાણવા મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન